શોધખોળ કરો

Gujarat Election 2022 : આપના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી પ્લેનમાં રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે.

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. ત્યારે કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર સનસની ખેજ આક્ષેપ લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી પ્લેનમાં રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે. આપને મળતા ફંડની તપાસ પણ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. સરકારી વિમાનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે.  આ આક્ષેપો આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યા છે.

બીજી તરફ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઇન્દ્રનીલ રાજ્યગુરુના આક્ષેપોને ફગાવી દીધા હતા.

Gujarat Election 2022 : કોંગ્રેસના કયા ધારાસભ્યે ચૂંટણી લડવા કરી દીધો ઇનકાર, કોંગ્રેસ આગેવાનોએ શરૂ કર્યા મનામણા
Gujarat Election 2022 : ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. આ વખતે કોંગ્રેસના ધારાસભ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા કોંગ્રેસ દોડતી થઈ ગઈ છે. તેમજ આગેવાનોને મનાવવા કામે લગાડી દેવામાં આવ્યા છે. 

આ અંગેની વિગતો એવી છે કે, કલોલના ધારાસભ્ય બળદેવજીએ નિવેદન આપ્યું છે કે, માણસના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ ચૂંટણી લડવાની ના પાડે છે. કોંગ્રેસના આગેવાનો તેમને ચૂંટણી લડવા માનવી રહ્યા છે. તબિયત સારી ન હોવાના કારણે સુરેશભાઈ ચૂંટણી લડવાની ના પાડે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે તે ચૂંટણી લડવા માની જાય. માણસમાંથી પંજો જીતવો જોઈએ તે આપણે યાદ રાખવાનું છે. 

Gujarat Election 2022 : કઈ બેઠક પર ભાજપની ટિકિટ માટે ખોડલધામના લોબીંગથી રાજકારણ ગરમાયું ?

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણીનો રંગ જામવા લાગ્યો છે અને ટિકિટ માટે પડાપડી થઈ રહી છે. ત્યારે આ વખતે રાજકોટ-શહેરની દક્ષિણ બેઠક હાઇ પ્રોફાઇલ બની છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામે લોબીંગ શરૂ કર્યું. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે.

ગઇકાલે નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ફરી ભાજપના મવડી મંડળની મુલાકાત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ખાસ ચાર્ટડ પ્લેનમાં તાત્કાલિક મુલાકાત કરવા જતા રાજકારણ ગરમાયું. આ બેઠક પર ભાજપના ઉપાધ્યાક્ષ ભરત બોઘરા પણ લોબીંગ કરી રહ્યા છે. તો હાલના ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાની માંગ કરી છે. ખોડલધામના લોબીંગથી રાજકારણ ગરમાયું છે. 

Gujarat Election 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ,  કયા દિગ્ગજ નેતા આપશે રાજીનામું?

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટું ભંગાણ થયું છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસ ગણતરીની મિનિટોમાં રાજીનામું આપશે. ઓવર્સિસ કોંગ્રેસના ઇનચાર્જ પદ પરથી પણ હિમાંશુ વ્યાસ રાજીનામું આપશે. ગણતરીની મિનિટોમાં રાજીનામું આપી ભાજપમાં જોડાશે. 

નોંધનીય છે કે, હિમાંશુ વ્યાસ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે, બંને વખત ભાજપના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો. હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget