(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અંબાજી પ્રવાસ કરાયો રદ, અંબાજીમાં આદિવાસી ગૌરવ યાત્રાનું સમાપન
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંબાજીનો પ્રવાસ અનિવાર્ય સંજોગોને લઈ રદ કરાયો છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે શક્તિ વસાહતનું લોકાર્પણ કરશે.
Gujarat Election 2022 : આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંબાજીનો પ્રવાસ અનિવાર્ય સંજોગોને લઈ રદ કરાયો છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે શક્તિ વસાહતનું લોકાર્પણ કરશે. શક્તિ વસાહત માટે નવીન મકાનોનું પણ ભૂમિ પૂજન સાંસદ પરબતભાઈ પટેલ કરશે. આજે અંબાજીમાં આદિવાસી ગૌરવ યાત્રાનું સમાપનમાં પરબતભાઈ પટેલ ભાગ લેશે. ઉનાઈથી અંબાજી સુધી નીકળેલી આદિવાસી ગૌરવ યાત્રાનું આજે અંબાજી ખાતે સમાપન થશે.
Gujarat : ભાજપના ધારાસભ્યની તબિયત લથડી, સિવિલ હોસ્પિટમાં કરાયા દાખલ
Gujarat : ગુજરાત ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની તબિયત લથડી છે. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીને ફૂડ પોઇઝનિંગ થયું છે. ઝાડા, ઉલટી અને શરીર ફૂલી જતા દાખલ કરાયા છે. ધારાસભ્યને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એરપોર્ટ ખાતે આવેલી કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા હતા. Vip પાર્કિંગ પાસે આવેલી કેન્ટિનમાં નાસ્તો કર્યો હતો.
મસાલા ઢોસા ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું. સિવિલમાં સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઇ. ભાજપના નરોડા બેઠકના ધારાસભ્ય છે બલરામ થાવાણી.
Gujarat Vidhyapith : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંભાળવ્યો વિદ્યાપીઠના કુલપતિનો ચાર્જ, કહ્યું, મારું જીવન ગાંધીજીને સમર્પિત છે
અમદાવાદઃ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધિવત રીતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિનો ચાર્જ સંભાળી લીધો છે. ગૂજરાત વિદ્યાપીઠના 13માં કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યો છે. વિદ્યાપીઠના કુલપતિ તરીકે આચાર્ય દેવવરતનો વિરોધ કરનારને જવાબ આપતાં કહ્યું કે, 5માં ધોરણ બાદ મે ગાંધી આશ્રમ સિવાયનું કોઈ વસ્ત્ર પહેર્યું નથી. અન્ય વસ્ત્ર પહેરતો તો મારું શરીર સ્વીકારતું નથી. મેં પ્રાકૃતિક ચિકિત્સા પણ સ્વીકારી છે.
તેમણે કહ્યું કે, 4 ગુરુકુળમાં મેં પ્રાકૃતિક ચિકિત્સાલય શરૂ કર્યા. પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધન અંગે કામ કર્યું. મેં ભૂતકાળમાં ભીખ માંગી છે. 1998માં મારું મૃત્યુ જાહેર કરી દેવામાં આવ્યું હતું. મારું જીવન ગાંધીજીને સમર્પિત છે. આનાથી વધુ કેટલું મહાત્માને સમર્પિત કોઈ થઈ શકે. આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિનો ચાર્જ સંભાળ્યા બાદ નિવેદન આપ્યું હતું કે, આજે હું અત્યંત ધન્યતા અનુભવું છું. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સંસ્થા સાથે જોડાયો તેનું ગૌરવ છે. આપ લોકોએ મને આ તક આપી તે માટે આભાર વ્યક્ત કરું છું. ગાંધીજીએ જે ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા શરૂ કરી હતી, તે વિચારો લોકો સુધી વધુમાં વધુ પહોંચાડીશું. ગાંધીજી આંદોલનકારી અને આધ્યાત્મવાદી હતા.
તેમણે કહ્યું કે, હિંસા અને અહિંસા બંનેને સમાજમાં લાગુ કરો જે ટકી જાય તે ધર્મ છે. ધર્મ અને હિંસા - અહિંસા સમજાવવું અઘરું છે. હિંસા સ્થાઈ અને ટકી શકે તેવો સિદ્ધાંત નથી. મારા જીવન પર ગાંધીજી અને સ્વામી દયાનંદજી સરસ્વતીનો પ્રભાવ છે.
Diwali 2022 : દિવાળી દરમિયાન મોલ બહાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે સંચાલકોને શું આપી સૂચના?
અમદાવાદઃ ટ્રાફિક પોલીસે મોલ સંચાલકો સાથે મિટિંગ કરી હતી. દિવાળી અને ખરીદીની ભીડને કારણે ટ્રાફિક અને સુરક્ષાના પ્રશ્નો સર્જાયા હતા. મોલ સંચાલકો પાસે પાર્કિંગ ના હોય તો ભાડે રાખવા અથવા ખરીદવા સૂચના આપી છે. મોલની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવા પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર સિક્યુરીટી ગાર્ડ મુકવા પણ સૂચના આપી છે.
જરુતિયાત પ્રમાણે મહિલા સુરક્ષા ગાર્ડ મુકવાની સૂચના પણ આપવામાં આવી છે. ચાર રસ્તા પર ટ્રાફિક જવાનો ઉભા રહેશે. મેઈન રોડના લારી-ગલ્લાને અંદર ઉભા રખાશે.