Gujarat Election Result 2021 : કોંગ્રેસે ભાજપને પછાડીને સૌરાષ્ટ્રની આ નગર પાલિકા કરી કબ્જે, જાણો કોને મળી કેટલી બેઠકો?
સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા મેળવી લીધી છે. 24 બેઠકોમાંથી 20 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. 20 બેઠકોમાંથી કોંગ્રેસે 13 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે 7 બેઠકો ભાજપના ફાળે ગઈ છે.
![Gujarat Election Result 2021 : કોંગ્રેસે ભાજપને પછાડીને સૌરાષ્ટ્રની આ નગર પાલિકા કરી કબ્જે, જાણો કોને મળી કેટલી બેઠકો? Gujarat Election Result 2021 : Congress win Bhanwad Palika with 13 seats Gujarat Election Result 2021 : કોંગ્રેસે ભાજપને પછાડીને સૌરાષ્ટ્રની આ નગર પાલિકા કરી કબ્જે, જાણો કોને મળી કેટલી બેઠકો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/18/8bb1aa2aa88c0ef3e31c89575913fbec_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં ગત 3 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામ આવી ગયા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે. જોકે, સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા મેળવી લીધી છે. તમામ 24 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાણવડમાં 25 વર્ષ બાદ કોંગ્રેસની જીત થઈ છે.
20 બેઠકોમાંથી કોંગ્રેસે 16 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે 8 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. આ પાલિકા પર બહુમતી માટે 13 બેઠકો મેળવવી જરૂરી છે. જે કોંગ્રેસે મેળવી લેતા સત્તા કબ્જે કરી લીધી છે. આમ, કોંગ્રેસે આ ચૂંટણીમાં પહેલી મોટી જીત મેળવી છે. જોકે, થરા અને ઓખા નગર પાલિકામાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.
ઓખા નગર પાલિકાની 36 બેઠકોમાંથી ભાજપે 34 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે માત્ર 2 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. આવી જ રીતે થરા પાલિકામાં 24માંથી 20 બેઠકો પર ભાજપનો, જ્યારે માત્ર 4 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. તો ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 44 બેઠકોમાંથી ભાજપે 31 બેઠકો કબ્જે કરી લીધી છે. જ્યારે માત્ર 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસને આંચકો આપી દીધો છે. ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં જીતના કારણે ભૂપેન્દ્ર પટેલને રાહત થઈ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ માટે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટમી મોટો પડકાર હતો અને આ પડકારને પાટિલ ફરી પહોંચી વળ્યા છે.
વાસ્તવમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત બહુ મહત્વની છે કેમ કે ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શક્યું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 2010માં અસ્તિત્વમાં આવી હતી અને 2011ના એપ્રિલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી ચૂંટણી યોજાઈ હતી. નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા છતાં ભાજપ જીત્યો નહોતો. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી હતી. એ પછી 2016માં યોજાયેલી ચૂંટણી વખતે પણ ભાજપ સ્પષ્ટ બહુમતી નહોતો મેળવી શક્યો. આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)