Gujarat Election : ચૂંટણી લડવા હવે યુથ કોંગ્રેસ મેદાન, 3 સિટિંગ ધારાસભ્યોની બેઠકો પર કર્યો દાવો, ખેંચતાણ થવાની સંભાવના
વિધાનસભાની ચૂંટણી લડવા યુથ કોંગ્રેસ મેદાને છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે.
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી લડવા યુથ કોંગ્રેસ મેદાને છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. ધંધુકા, છોટાઉદેપુર અને પાલનપુર ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ટિકિટ માંગી છે.
હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર નોંધાવી દાવેદારી. હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ માંગી ટિકિટ. સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર નોંધાવી દાવેદારી. સંગ્રામ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ છે. યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે પણ માંગી ટિકિટ.
અંકિતાબેન ઠાકોરે બનાસકાંઠાની પાલનપુર બેઠક પર નોંધાવી દાવેદારી. અંકિતાબેન ઠાકોર પાલનપુર નગરપાલિકાના સદસ્ય પણ છે. યુથ કોંગ્રેસના બનાસકાંઠાના ઉપપ્રમુખ સંજય ચૌધરીએ માંગી ટિકિટ . સંજયભાઈ ચૌધરીએ પાલનપુર બેઠક પર નોંધાવી દાવેદારી . સંજય ચૌધરી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પણ છે.
ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી ઉપેન્દ્રસિંહ જાડેજાએ માંગી ટિકિટ . ઉપેન્દ્રસિંહ જાડેજાએ કચ્છની માંડવી બેઠક પર નોંધાવી દાવેદારી.
યુથ કોંગ્રેસના પંચમહાલ જિલ્લાના પ્રમુખ મિકી જોસેફે માંગી ટિકિટ . મિકી જોસેફે ગોધરા બેઠક પરથી નોંધાવી દાવેદારી. યુથકોંગ્રેસના મહામંત્રી રાહુલ પરમારે પણ માંગી ટિકિટ. રાહુલ પરમારે અમદાવાદની અસારવા બેઠક પર નોંધાવી દાવેદારી . યુથ કોંગ્રેસના મહામંત્રી ઈરફાન શેખે પણ માંગી ટિકિટ . ઈરફાન શેખે સુરતની લિંબાયત બેઠક પર નોંધાવી દાવેદારી.
'પોલીસવાળા ઉપાડી જાય તો ચેલેન્જ કરીને કહું છું કે વાવ, થરાદની એક પણ મહિલા પર આંગળી અડાડી છે તો તમારી આંગળી કાપી નાખીશું'
બનાસકાંઠાઃ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું ફરી વિવાદિત નિવેદન સામે આવ્યું છે. થરાદ-વાવની આંગણવાડી મહિલાઓના સમર્થનમાં આવેલ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. પોલીસવાળા ઉપાડી જાય તો ચેલેન્જ કરીને કહું છું કે વાવ, થરાદની એક પણ મહિલા પર આંગળી અડાડી છે તો તમારી આંગળી કાપી નાખીશું. તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા બંધાયેલા છો. ન્યાય માટે હક માંગતા ને હેરાન નહીં કરવાનાં. ગઈ કાલે યોજાયેલ આંગણવાડીના કાર્યકર્તાઓના કાર્યક્રમમાં ગેનીબેન અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા હતા.