શોધખોળ કરો

Uttarakhand Accident: ઉત્તરાખંડ બસ અકસ્માત મામલે ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર, ભાવનગરના 31 યાત્રીઓ હતા સવાર

Gujarat Accident: રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.

Uttarakhand Accident: ઉત્તરાખંડમાં રવિવારે  સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે  રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર આલોક પાંડે એ જણાવ્યું છે. ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર ના સતત સંપર્કમાં છે.

રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસડીઆરએફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્ક માં છે. ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ  ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ  33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ઉતરાખંડમાં મુસાફરો ભરેલી ખાનગી સંચાલકની શ્રી હોલીડે ટ્રાવેલ્સ ભાવનગરની ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર બસ ખીણમાં ખાબકતા દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે જ્યારે 27ને રેસ્ક્યુ કરી હોસ્પિટલે ખસેડાયા છે. બસમાં ગુજરાતી પ્રવાસીઓ સવાર હતાય જેમાં 31 લોકો પૈકીના 3 સુરતના, 8-ભાવનગર, 16 તળાજા-ત્રાપજ-કંઠવા અને 2-મહુવાના મુસાફરો હતા. યાત્રા કરી પરત ફરતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. 

સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કહ્યું

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Embed widget