Gandhinagar: કૈલાશ માન સરોવર યાત્રાએ જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે સહાયની રકમ કરી ડબલ કરતા પણ વધારે
ગાંધીનગર: કૈલાશ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા યાત્રીકોને આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
ગાંધીનગર: કૈલાશ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા યાત્રીકોને આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાશ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપીયા ૨૩ હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂપિયા ૫૦ હજાર સહાય અપાશે.
જાફરાબાદનાં દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
અમરેલી જિલ્લાના જાફરાબાદનાં દરિયામાં કરન્ટ જોવા મળ્યો છે. વાવાઝોડાની આગાહીને પગલે દરિયામાં 25થી 30 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.
જાફરાબાદના દરિયાઈ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બપોર બાદ દરિયામાં ભારે પવન સાથે કરન્ટ જોવા મળી રહ્યો છે. 25થી 30 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાએ જાણે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દરિયામાં મોજા ઉછળી રહ્યા છે. દરિયાઈ વિસ્તારના રોહિસા, વડેરા, શિયાળ બેટ, ધારા બંદર સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાનું પ્રશાસન વાવાઝોડાને લઈને સજ્જ છે. દોઢ વર્ષ પહેલાં તોકતે વાવાઝોડાની યાદ અમરેલી જિલ્લાને ભુલાઈ નથી ત્યારે વધુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. તેને લઈને અમરેલી જિલ્લાના લોકો ચિંતાતુર બન્યા છે.
પોરબંદર દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા
બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સમુદ્ર કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે. તો બીજી તરફ જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. એક તરફ તડકો અને બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનથી વૃક્ષો હચમચી ગયા છે. જામનગર શહેરના ટાઉનહોલ, બેડીગેટ, લાલબંગલા સહિતના વિસ્તારમાં જોવા વરસાદ અને પવન જોવા મળી રહ્યો છે. જો કે શહેરના અન્ય વિસ્તારોમાં હજુ સુધી કોઈ અસર જોવા મળી નથી. ભારે પવન અને દરિયામાં જોવા મળેલા કરંટના કારણે યાત્રાધામ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. આવતીકાલે 11 જૂનથી નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ફેરી બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.