શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ahmedabad Coronavirus Crisis: અમદાવાદના કયા વિસ્તારમાં 30 એપ્રિલ સુધી રહેશે લોકડાઉન, જાણો વિગતે

શહેરના સાબરમતી વિસ્તારમાં પણ તમામ દુકાનો બપોરના ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે. દવાની દુકાનો સિવાય આખું બજાર આગામી 30 એપ્રિલ સુધી બપોરે ત્રણ પછી બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. જેના કારણે ત્યારે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાગરોની સ્થિતિ કફોડી થઇ રહી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે, ઉપરાંત અમદાવાદમાં પણ બે વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યુ છે.

શહેરના સાબરમતી વિસ્તારમાં પણ તમામ દુકાનો બપોરના ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે. દવાની દુકાનો સિવાય આખું બજાર આગામી 30 એપ્રિલ સુધી બપોરે ત્રણ પછી બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 19 એપ્રિલથી આ નિર્ણય લાગુ થશે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં લોકો અને વેપારીઓ હવે ધીમેધીમે સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે.

નરોડા વિસ્તારમાં 20 એપ્રિલથી ત્રણ દિવસ સુધી જરૂરી વસ્તુઓને છોડીને તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. નરોડા વેપારી ઓસોસિએશન તથા નરોડા ગ્રામજનો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દૂધ, દવા અને અન્ય જીવનરુરી વસ્તુને છોડીને અન્ય તમામ દુકાન બંધ રહેશે.

અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ

અમદાવાદ જિલ્લામાં છેલ્લા 18 દિવસમાં જ નવા 29 હજાર 587 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સરેરાશ દસ લાખની વસ્તીએ 13 હજાર 666 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુદર પણ 2.60 ટકા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ ગયા વર્ષે 18 માર્ચે નોંધાયો હતો અને 50 હજાર કેસ પૂરા થવામાં 257 દિવસ થયા હતા. આ પછી 50 હજારથી એક લાખ કેસ માત્ર 139 દિવસમાં જ નોંધાયા છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં કોરાનાનું સંક્રમણ એટલુ વધ્યુ કે સતત એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.

માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે સ્થિતિ ગંભીર બનતી ગઈ. તંત્ર અને લોકો બેદકારીના કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ ડબલ થવા લાગ્યું હતું. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. ત્યારબાદ માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને આંબી ગયો છે. જેમા સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.

એપ્રિલથી કોરોનાના કેસમાં આવેલો તીવ્ર ઉછાળો રોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ શહેરમાં 12,355 નવા કેસ નોંધાયા છે, જ્યારે 104 દર્દીના મૃત્યુ થયા છે. એપ્રિલના પ્રારંભથી અત્યાર સુધીમાં લગભગ 30 હજાર કેસ આવી ચૂક્યા છે. સતત વધતા કેસથી ખાનગી હોસ્પિટલોના બેડ પણ 96થી 97 ટકા સુધી ભરાઈ ગયા છે. કોવિડની સારવાર કરતી શહેરની 159 ખાનગી હોસ્પિટલોના કુલ 864 આઈસીયુ બેડ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Embed widget