શોધખોળ કરો

MGNREGA scam: મનરેગા કૌભાંડમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ

MGNREGA scam: દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના પુત્રની આખરે ધરપકડ કરવામાં આવી છે.

MGNREGA scam: દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના પુત્રની આખરે ધરપકડ કરવામાં આવી છે. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, મનરેગા કૌભાંડને લઈ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું હતું. જે બાદ આખરે મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બળવંત ખાબડની ધરપકડ થયાની પોલીસે  પુષ્ટિ કરી છે.

રાજ્ય સરકારના મંત્રીના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. મંત્રી બચુ ખાબડના પુત્રની દાહોદમાં પોલીસે ધરપકડ કરી છે. મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉં કરવાનો આરોપ મંત્રી પુત્ર પર લાગ્યો છે. આ ઉપરાંત તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ  કરવામાં આવી છે. આરોપ છે કે, મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલો કરાયા હતા મંજૂર. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ  થઈ ચુકી છે. કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી. સુનાવણીના એક દિવસ અગાઉ આગોતરા જામીન અરજી પાછી ખેંચી હતી. રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજંસી મંત્રીના પુત્રોના નામે હતી. તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે બચુભાઈ ખાબડ. બચુભાઈ ખાબડ દેવગઢ બારીયાથી ધારાસભ્ય છે.

શું હતો આખો મામલો?
નોંધનીય છે કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતાં દેવગઢ બારિયા તાલુકાના કૂવા, રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઇ ગામે તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાંક કામો અપૂર્ણ જોવા મળ્યા હતાં. દેવગઢ બારિયા તાલુકાના બે ગામોમાં કરાયેલા કામોમાં 28 એન્જન્સીને 60,90,17331 રૂપિયા જ્યારે ધાનપુર તાલુાકામાં કરાયેલ કામોમાં 7 અનધિકૃત એજન્સીને 10,10,02,818 રૂપિયા વર્ષ 2021થી 24 દરમિયાન ખોટી રીતે ચૂકવ્યાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આ મામલામાં ચાર કર્મચારની ઘરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Embed widget