શોધખોળ કરો

Gujarat night curfew update : ગુજરાતના 4 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યા પછી રુપાણી સરકારે બીજો શું લીધો મોટો નિર્ણય? 

હવે રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાતના 10 પછી આ ચાર શહેરમાં એસટી બસ પ્રવેશ નહીં કરે. એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચારેય કરફ્યુગ્રસ્ત શહેરોમાં આ નિર્ણય લાગુ પડશે.

અમદાવાદઃ  ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાજ્યની વિજય રૂપાણી સરકારે રાત્રિ કર્ફ્યૂની ફરી એકવાર જાહેરાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવતી કાલે 17મી માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ સુધી આ નાઇટ કર્ફ્યૂ અમલી રહેશે. હવે રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાતના 10 પછી આ ચાર શહેરમાં એસટી બસ પ્રવેશ નહીં કરે. એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચારેય કરફ્યુગ્રસ્ત શહેરોમાં આ નિર્ણય લાગુ પડશે.

કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નાઇટ કર્ફ્યૂ અને કોરોનાના સંક્રમણ મુદ્દે  મોટું નિવેદન આપ્યું છે. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કોરોના કેસ વધવા પાછળ સરકાર જવાબદાર છે. ચૂંટણી ન કરવા બાબતે હાઇકોર્ટમાં પીએલઆઈ કરી હતી. ચૂંટણીમાં રાજકીય મેળાવડા થયા, ચૂંટણીમાં છૂટછાટને લીધે કોરોના વિસ્ફોટ થયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો એકઠા થયા તેનાથી સંક્રમણ વધ્યું.  65 હજાર કરતા વધુ લોકો ક્રિકેટ જોવા એકઠા થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કરફ્યુના નિર્ણયથી નાના વ્યાપારીની સ્થિતિ કફોડી બનશે. સરકાર 12 થી 6નું કરફ્યુ રાખે તેવી માંગ પણ કરી હતી. 168 કરોડ રૂપિયા માસ્કના મને ખંખેરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ સરકાર પર તેમણે કર્યો હતો. 

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ એટલે કે આજે રાત્રે કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે અને આવતીકાલ એટલે કે 17 માર્ચથી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં વકરી રહેલા કોરોનાને લઈને ગુજરાતની રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે અને જે તે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા ભરવાની સત્તા મનપા કમિશ્નરોને આપવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂની મુદત ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી હાઇપાવર કમિટીની મીટિંગમાં નાઇટ કર્ફ્યૂ અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોઈ કારણસર કમનસીબે ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેરોનાં કમિશ્નરોને સૂચના આપી છે, પોતાના શહેરનાં નિર્ણયો કમિશ્નરો લઇ શકે છે. આજે ગ્રૂપની બેઠકમાં કર્ફ્યૂ અંગે કયો સમય રાખવો, કેટલો સમય રાખવો, કયા વિસ્તારોમાં રાખવો, બીજા શું પગલા લેવા તે અંગેનો નિર્ણય સાંજ સુધીમાં લેવામાં આવશે.

ગુજરાત કોરોના રસીકરણમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. સોમવારે વધુ 1 લાખ 7 હજાર લોકોને કોરોના વેક્સિન અપાતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25 લાખ 85 હજારથી વધુ વ્યકિતને રસી મૂકવામાં આવી છે.  25 લાખ 85 હજાર પૈકી 20 લાખ 69 હજાર 918 લોકોને પ્રથમ ડોઝ તો 5 લાખ 15 હજાર 842 વ્યકિતને બે ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં ગઈકાલે સિનીયર સિટીઝન તેમજ 45થી વધુ વયે ગંભીર બિમારી ધરાવતા કુલ 89,138 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ સિવાય ગઈકાલે 18,185ને કોરોના રસી આપવામાં આવી હતી. ગુજરાતમાં હાલ 10 લાખની વસતીએ સરેરાશ 36 હજાર 800 વ્યક્તિ કોરોના રસી લઇ ચૂક્યા છે. દેશના જે રાજ્યોમાં સૌથી વધુ વ્યક્તિઓએ કોરોના રસી લીધી હોય તેમાં રાજસ્થાન 29 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 28.30 લાખ સાથે બીજા, ગુજરાત ત્રીજા, પશ્ચિમ બંગાળ 24.40 લાખ સાથે ચોથા, ઉત્તર પ્રદેશ 23.20 લાખ સાથે પાંચમાં જ્યારે કેરળ 15.50 લાખ સાથે છઠ્ઠા સ્થાને છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના 890  નવા કેસ નોંધાયા હતા જ્યારે 594  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં 1 મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4425 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકા પર પહોંચ્યો છે. હાલ 4717  એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661  લોકો સ્ટેબલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget