શોધખોળ કરો

Gujarat Rain : સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, અમદાવાદ - ભાવનગર હાઈવે થયો બંધ

આજે ફરીથી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સવારથી જ અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો  બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

અમદાવાદઃ આજે ફરીથી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સવારથી જ અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો  બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સતત ચોથા દિવસે શહેરમાં વરસાદી માહોલ. શહેરના પાળીયાદ રોડ,ગઢડા રોડ,ભાવનગર રોડ, સાળગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ.બોટાદ તાલુકા ના પાળીયાદ,બોડી ,તરઘરા સહિત ના ગામો માં વરસાદ શરૂ. સતત વરસાદ થિ ખેડૂતોમાં આનંદ. 

ગઢડા તાલુકામાં આવેલ કાળુભાર ડેમ ના બે દરવાજા ખોલાયા છે. કાળુભાર ડેમ ના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતાં ડેમના બે ફુટ બે દરવાજા ખોલાયા. ગઢડાના ગઢાળી, રાજપીપળા, પ્રહલાદગઢ અને ઉમરાળા તાલુકાના  ૧૫ જેટલા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. ગઢડા તાલુકાના અને ઉમરાળા તાલુકાના ગામોના જીવાદોરી સમાન છે કાળુભાર ડેમ. કાળુભાર ડેમની કુલ સપાટી ૫૯. ૩૬ છે હાલ લેવલ છે. કાળુભાર ડેમ ઓવરફલો થતા લોકોમાં આનંદ.

ભાવનગરના ભાલ પંથકમાં દરિયાની માફક વરસાદના પાણી ભરાયા છે. ભાલપંથક દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છેય ભાલ પંથકમાં હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ નદીઓ ના પાણી ઘુસી ગયા છે જેના કારણે ભાલના બે ગામો નો સંપર્ક તૂટ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે ત્યારે ભાલપંથકનાં અન્ય ગામોને પણ વરસાદી પાણીની અસર થશે. જો વરસાદ વધશે તો માઢીયા, સનેસ, પાળીયાદ, સવાનગર, દેવળીયા નાં ગામોની સ્થિતિ વરસાદ ના કારણે વધું ખરાબ થશે.

ઉપરવાસ ભારે વરસાદના કારણે રંધોળી અને કાળુંભાર નદીના પાણી ભાલ પંથકમાં ઘૂસી ગયા. જેના કારણે ભાલનું પથકનું પાળીયાદ અને દેવળીયા ગામ સંપર્ક વિહોણો થયું છે. ગાડી તુર બનેલી નદીઓના પાણી ગામ નજીક આવેલ કોઝવે ઉપરથી ભારે પ્રવાહ સાથે વહી રહ્યાં છે. બે ગામનો સંપર્ક તૂટી જતા ગ્રામજનો મુકાયા ફરી એક વખત મુશ્કેલીમાં. દર વર્ષે ચોમાસા દરમિયાન નદીઓના પાણી ભાલપંથકમાં ઘૂસી જાય છે. સંપર્ક વિહોણો થતા ગામમાં ઈમરજન્સી સેવાઓ પણ ઠપ થઈ છે, પુરના પાણીના કારણે ગામની સ્થિતિ હાલ વધુ ખરાબ બની રહી છે. ગ્રામજનો ભાવનગર પ્રશાસનની મદદની રાહ જોઈ રહ્યા છે.

ચોગઠ નજીક અમદાવાદ - ભાવનગર હાઈવે થયો બંધ રંઘોળી નદી પર ના પુલ પર પાણી ભરાતા વાહનો વ્યવહાર ખોરવાયો છે. ભાવનગર થી વલભીપુર નો રોડ પણ નદીઓમાં પુર આવતા બંધ થયો છે. વાહનોની લાઇન થતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસ ધોધમાર વરસાદ ને લઇ કાળુભાર નદી અને રંધોળી નદીમાં આવ્યું પુર જેના પાણી હાઇવે રોડ ઉપર ફરી વળ્યા છે. સાથે જ વલ્લભીપુર તાલુકાના ગામડાઓમાં સતત ચાર દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપર વાસ ધોધમાર વરસાદને લઈ નદીઓમાં આવ્યુ પુર હાઇવે રોડ સંપૂર્ણપણે ઠપ્પ થયો છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેર માં વરસાદ શરુ થયો છે. વિરામ બાદ ફરી વરસાદનું આગમન.  રાજકમલ ચોક શક્તિ ચોક નાની બજાર વગેરે વિસ્તારોમાં વરસાદ . ગામ્ય વિસ્તાર કોંઢ બાવરી નારિચણા વગેરે ગામ્ય વિસ્તારમાં વરસાદ. વરસાદ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ.  મહેસાણા જિલ્લામાં વહેલી સવાર થી વરસાદી માહોલ. જિલ્લાના ગામડા સહીત શહેરમાં વરસાદનું આગમન. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુસળ ધાર વરસાદ. મોઢેરા ચોકડી રાધનપુર રોડ પાલાવાસના શિવાલા સર્કલ સહીત ના વિસ્તારમાં સરું થયો વરસાદ.

 પોરબંદરના બરડા પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે પાણીની આવક. મજીવાણાં -સોઢાણા ગોલાઈ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં. બરડા પંથકમાં પડેલા વરસાદને પગલે પાણીની આવક. બરડા પંથકના ગામોમાં ગઈ કાલે 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો. વાડી- ખેતરો માં પાણી ફરી વળ્યાં. મેઘરાજાની કૃપાથી ફરી બરડા પંથક પાણીથી તરબોળ. છોટાઉદેપુર : ઓરસંગ નદી બે કાંઠે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક. છોટાઉદેપુર નજીક ચેકડેમ છલકાયો. ચેકડેમ ઉપર આહલાદક દ્રશ્યો સર્જાયા.

ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં છૂટો છવાયો વરસાદ

આમોદ 17 મી.મી.
અંકલેશ્વર 6 મી.મી.
ભરૂચ 7 મી.મી.
વાગરા 19 મી.મી.
વાલિયા 2 ઇંચ
હાંસોટ 2 ઇંચ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget