શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં હવે 5 દિવસ નહીં પણ બે અઠવાડિયાં લગી પડશે ભારે વરસાદ, જાણો નવી આગાહી અને શું છે કારણ ?
હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે. જો કે પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં બે અઠવાડિયાં સુધી ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદઃ હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી તેના કલાકોમાં જ નવી આગાહી કરી છે. નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ બે અઠવાડિયાં લગી વરસાદની તોફાની બેટિંગ જોવા મળશે. પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ગુજરાતને ધમરોળી નાંખશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદ થશે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની 2 વરસાદી સિસ્ટમો સક્રિય હોવાના કારણે લો પ્રેશર સર્જાયું છે. તેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે.
હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે. જો કે પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં બે અઠવાડિયાં સુધી ભારે વરસાદ પડી શકે છે.
વડોદરા શહેરના માથે હજુ કેટલા કલાક અતિ ભારે વરસાદનો ખતરો ? કલેક્ટરે લોકોને આપી શું ચેતવણી ?
વડોદરામાં લોકો બ્રિજ પર જ પોતાની કાર છોડીને કેમ જતા રહ્યા? કારણ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement