શોધખોળ કરો

ગુજરાતના સૌથી હાઈટેક સમૂહલગ્ન, દીકરીઓને એક લાખના બોન્ડ અપાયા, જાણો ક્યાં યોજાયો આ સમારોહ

આ સમૂહ લગ્નોત્સવમાં માતા - પિતા વિનાની દીકરીને રૂ. 1 લાખના બોન્ડ તથા પ્રત્યેક નવયુગલોને ચાંદીની પાયલ, ફ્રીઝ, ઘરઘંટી, તિજોરી, પેટી પલંગ જેવી ઘરવખરીની 127 ભેટ આપવામાં આવી હતી.

AHMEDABAD : અમદાવાદના દસ્ક્રોઈના ભુવાલડીમાં ગુજરાતના સૌથી હાઈટેક લગ્ન યોજાયા. આ સમૂહલગ્નમાં દીકરીઓને 1 લાખના બોન્ડ અપાયા, તો  પહેલી વાર ઠાકોર સમાજના સમૂહલગ્ન AC ડોમમાં યોજાયા.

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓએ  હાજરી આપી નવદંપત્તિને આશીર્વાદ આપ્યાં. સમાજ જાગૃત બને તે માટે દરેક મંડપે વર-વધૂના ફોટા સાથે સામાજિક સંદેશાનો પણ પ્રસાર-પ્રચાર કરાયો છે. એટલું જ નહી આ સમૂહલગ્નને ગુજરાતના સૌથી હાઈટેક સમૂહ લગ્ન માનવામાં આવી રહ્યા રહ્યા છે. 

CM ભુપેન્દ્ર પટેલે ઠાકોર સમાજના 51 નવયુગલોને દાંપત્ય જીવનની શુભેચ્છા અને આશીર્વાદ આપતાજણાવ્યું હતું કે સમૂહલગ્નનું આયોજન એક હકારાત્મક સામાજિક અભિયાન છે. આવા અર્થપૂર્ણ આયોજનને પગલે સમાજ વ્યવસ્થાને એક નવી દિશા મળશે જ પરંતુ સાથે સાથે બિનજરૂરી થતા ખર્ચાઓ પણ અટકાવી શકાશે. CMએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાત સરકાર દરેક સમાજને સાથે રાખી આગળ વધી રહી છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી દરેક સમાજ વિકાસના મુખ્ય પ્રવાહથી આવરી લેવાય તે સરકારની નેમ છે.

આ પ્રસંગે નવસારીના સાંસદ અને  ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામ દંપતિઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલા શરૂ થયેલી સમૂહ લગ્નોત્સવની આ પ્રથામાં આજે દરેક સમાજ આ દિશામાં આગળ વધી રહ્યો છે તે આનંદની વાત છે.

દસ્ક્રોઇના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઠાકોર સમાજના 51 નવયુગલોએ  પ્રભુતામાં પગલાં માંડી સુખી લગ્ન જીવનની શરૂઆત કરી છે. આ સમૂહ લગ્નોત્સવનું જે.કે.ગૃપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળાના આકાર તાપને ધ્યાને લઈને આયોજકો દ્વારા હાઈટેક સમૂહલગ્નનો ડોમ સેન્ટ્રલી AC વાળો તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત અન્ય કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો, સંસદસભ્યો સહિત સમાજના આગેવાનો અને સંતો મહંતો હાજરી આપવાના હોવાથી ખાસ પ્રકાસની વ્યવસ્થા ગોઠવવામાં આવી.

મહત્વનું છે કે ઠાકોર સમાજ દ્વારા પહેલી વાર આ પ્રકારના હાઈટેક લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 50 હજારથી વધુ લોકોની હાજરીમાં આ અવસર યોજાયો. મહેમાનોને કોઈ પ્રકારની અગવતા ન પડે તે માટે સુવિધા ઉપરાંત ડોમમાં ફાયરના સાધનો વસાવાયા છે.

લગ્નના તાંતણે બંધાતી  દીકરીઓ માટે ઓડી, BMW સહિતની ગાડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રભુતામાં પગલાં માંડનાર આશરે 25 દીકરીઓ એવી છે જેના માતા-પિતા હયાત નથી. આથી દીકરીઓના ભવિષ્યની ચિંતા કરી ઠાકોર સમાજ દ્વારા તમામ દીકરીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ આપવાની  અનોખી અને અનુકરણીય પહેલ પણ કરવામાં આવી છે.  બીજી તરફ સમાજમાંથી કુરિવાજોને તિલાંજલિ મળે અને જાગૃકતા આવે તે માટે દરેક મંડપે વર-વધૂના નામ-ફોટો સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અંગેના અલગ અલગ સંદેશાઓ પણ લગાવવામાં આવ્યા છે.
 
આ સમૂહ લગ્નોત્સવમાં માતા - પિતા વિનાની દીકરીને રૂ. 1 લાખના બોન્ડ તથા પ્રત્યેક નવયુગલોને ચાંદીની પાયલ, ફ્રીઝ, ઘરઘંટી, તિજોરી, પેટી પલંગ જેવી ઘરવખરીની 127 ભેટ આપવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget