શોધખોળ કરો

ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો

Uniform Civil Code: ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત UCC વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી, રાજ્યનું ગેજેટ પ્રસિદ્ધ.
  • લગ્ન, છૂટાછેડા, સંપત્તિમાં મહિલાઓને કાયદાકીય સમાન હક મળશે.
  • આદિવાસી સમુદાયને મુક્તિ; લિવ-ઇન સંબંધોની નોંધણી ફરજિયાત.
  • મુખ્યમંત્રીએ મહિલા સુરક્ષા અને સમાજમાં સમાનતા પર ભાર મૂક્યો.

Uniform Civil Code: ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું ગેજેટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં 24 માર્ચ 2026ના રોજ આ મહત્વકાંક્ષી UCC વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ નવા કાયદા હેઠળ રાજ્યમાં લગ્ન અને છૂટાછેડા માટે સમાન કાયદાકીય જોગવાઈઓ અમલી બનશે, જ્યારે આદિવાસી સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.

 

આ કાયદાથી સંપત્તિ અને ઉત્તરાધિકારના અધિકારોમાં મહિલાઓને પુરુષો સમાન હક મળશે. મિલકતમાં પુત્ર અને પુત્રી બંનેને સમાન વારસાગત અધિકાર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી (registration) કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને લિવ-ઇન સંબંધોથી જન્મેલા બાળકોને પણ પિતાની મિલકતમાં કાયદાકીય હક પ્રાપ્ત થશે.

આ પણ વાંચો...Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

24 માર્ચ 2026 ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર થયું હતું UCC બિલ 

તમને જણાવી દઈએ કે, 24 માર્ચ 2026 ના રોજ ગુજરાત વિધાનસભામાં UCC બિલ 2026 પસાર થયું હતું. ઉત્તરાખંડ બાદ ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC - Uniform Civil Code) બિલ પસાર કરનારું દેશનું બીજું રાજ્ય બની ગયું હતું.  જોકે, તે સમયે વિપક્ષ કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે બિલના પ્રથમ વાંચન બાદ તેને વધુ વિચારણા માટે પ્રવર સમિતિ (Select Committee) ને મોકલવાની માંગણી કરી હતી. પરંતુ, આ માંગણીનો અસ્વીકાર થતાં ગૃહમાં હાજર કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. બિલ પસાર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાયદો રાજ્યની દીકરીઓ અને મહિલાઓના રક્ષણ માટે અત્યંત જરૂરી છે અને આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

"મારે કાયદાનો ડંડો ઉગામવો જ પડે": મુખ્યમંત્રીનું નિવેદન
UCC વિધેયક પરની ચર્ચાના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત ભાવનાત્મક રીતે ગૃહને સંબોધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "મને બધા દાદા-દાદા કહીને બોલાવે છે. ત્યારે મારા રાજ્યની તમામ દીકરીઓ, બહેનો અને માતાઓની કાળજી રાખવી એ મારી નૈતિક ફરજ છે. તમામ દીકરીઓ અને માતાઓના રક્ષણ માટે મારે કાયદાનો ડંડો ઉગામવો જ પડે, અને મેં એ જ કર્યું." તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ તુષ્ટિકરણની રાજનીતિ માટે નથી, પરંતુ સમાજમાં સમાનતા લાવવા માટે છે.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત સમાન અધિકાર સંહિતાનો ઉદ્દેશ્ય કોઈના અધિકારો છીનવવાનો કે કોઈની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારવાનો જરાય નથી. આ કાયદો માત્ર કાનૂની ભેદભાવ દૂર કરવા માટે છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ બિલ કોઈ પણ રીતે બંધારણની વિરુદ્ધ નથી, પરંતુ તે બંધારણનું પૂરક છે.

લિવ-ઈન રિલેશનશિપ અને લગ્ન નોંધણીના કડક નિયમો

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ બિલ લિવ-ઈન રિલેશનશિપને પ્રોત્સાહિત કરતું નથી, પરંતુ બદલાતા સમયમાં 'શ્રદ્ધા વાલકર' જેવી ભયાનક ઘટનાઓથી દીકરીઓને બચાવવા માટે લિવ-ઈનનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ કાનૂની સુરક્ષા માટે છે. એવી જ રીતે, લગ્નની નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી છે, જેથી ઓળખ છુપાવીને કે છેતરપિંડી કરીને લગ્ન કરનારાઓ પર લગામ કસી શકાય.

Frequently Asked Questions

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક ક્યારે પસાર થયું અને ક્યારે તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી?

ગુજરાત વિધાનસભામાં 24 માર્ચ 2026ના રોજ UCC વિધેયક પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારે આ અંગેનું ગેજેટ પ્રસિદ્ધ કર્યું છે.

નવા સમાન નાગરિક સંહિતા કાયદા હેઠળ કઈ મુખ્ય જોગવાઈઓ અમલી બનશે?

આ કાયદા હેઠળ લગ્ન, છૂટાછેડા, સંપત્તિ અને ઉત્તરાધિકાર માટે સમાન જોગવાઈઓ અમલી બનશે. લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે.

ગુજરાતના નવા UCC કાયદામાંથી કયા સમુદાયને મુક્તિ આપવામાં આવી છે?

ગુજરાતના નવા સમાન નાગરિક સંહિતા કાયદામાંથી આદિવાસી સમુદાયને મુક્તિ આપવામાં આવી છે.

સમાન નાગરિક સંહિતા કાયદા હેઠળ સંપત્તિના અધિકારોમાં શું ફેરફાર થશે?

આ કાયદાથી સંપત્તિ અને ઉત્તરાધિકારના અધિકારોમાં મહિલાઓને પુરુષો સમાન હક મળશે. મિલકતમાં પુત્ર અને પુત્રી બંનેને સમાન વારસાગત અધિકાર આપવામાં આવ્યા છે.

નવા UCC કાયદા હેઠળ લિવ-ઇન રિલેશનશિપ માટે શું નિયમ છે?

રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. લિવ-ઇન સંબંધોથી જન્મેલા બાળકોને પણ પિતાની મિલકતમાં કાયદાકીય હક પ્રાપ્ત થશે.

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News: દિવાળી પહેલાં અમદાવાદ પોલીસ એક્શનમાં! ફટાકડાના વેચાણ માટે જાહેર કરી ગાઈડલાઈન
Ahmedabad News: દિવાળી પહેલાં અમદાવાદ પોલીસ એક્શનમાં! ફટાકડાના વેચાણ માટે જાહેર કરી ગાઈડલાઈન
દિવાળીની મીઠાઈમાં ભેળસેળની આશંકા! અમદાવાદમાં 41.4 ટન શંકાસ્પદ માવો ઝડપાયો
દિવાળીની મીઠાઈમાં ભેળસેળની આશંકા! અમદાવાદમાં 41.4 ટન શંકાસ્પદ માવો ઝડપાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget