(Source: ECI/ABP News/ABP Majha)
Exclusive: અમેરિકામાં ગુજરાતી સોનાના વેપારીને ત્યાં લૂંટ, ઘટના સીસીટીવીમાં કેદ
ન્યુજર્સીમાં લૂંટની ઘટના સામે આવી છે. ન્યુજર્સીના ઑક ટ્રી રોડ પર ગુજરાતી વેપારીને આ લૂંટની ઘટના બની છે. લૂટારુઓએ બંધુકની અણીએ ઘટનાને અંજામ આપ્યો. જવેલર્સમાં થયેલી લૂંટના એક્સક્લૂસિવ સીસીટીવી સામે આવ્યા.
Exclusive: અમેરિકાના ન્યુજર્સીમાં લૂંટની ઘટના સામે આવી છે. ન્યુજર્સીના ઑક ટ્રી રોડ પર ગુજરાતી વેપારીને આ લૂંટની ઘટના બની છે. લૂટારુઓએ બંધુકની અણીએ ઘટનાને અંજામ આપ્યો છે. વિરાણી જવેલર્સમાં થયેલી લૂંટના એક્સક્લૂસિવ સીસીટીવી ફૂટેજ એબીપી પાસે છે. હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ગુજરાતી વેપારીને ફરી ટાર્ગેટ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નોંધનિય છે કે આ પહેલા પણ અમેરિકામાં ઘણા વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી ચૂક્યા છે.
Exclusive: અમેરિકામાં ગુજરાતી સોનાના વેપારીને ત્યાં લૂંટ, ઘટના સીસીટીવીમાં કેદhttps://t.co/49uzfDkh7q
— ABP Asmita (@abpasmitatv) June 11, 2022
પેગમ્બર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને લઇને દેશમાં ઠેર ઠેર પ્રદર્શન, પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યુ,
Prophet Muhammad Row: પેગમ્બર મોહમ્મદ (Prophet Muhammad) પર સસ્પેન્ડેડ ભાજપ નેતા નૂપુર શર્મા (Nupur Sharma) અને સસ્પેન્ડેડ નેતા નવિન જિંદાલ દ્વારા કરવામાં આવેલી ભડકાઉ ટિપ્પણીને વિરુદ્ધ આજે આખા દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. દિલ્હીની જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ, તો વળી યુપીના પ્રયાગરાજમાં તો સ્થિતિ બેકાબુ થઇ ગઇ. ઝારખંડના રાંચીમાં આ દરમિયાન હિંસા પણ થઇ, અને કેટલાય વાહનોને આગ લગાવવામાં આવી. કોલકત્તા, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ અને બિહારમાં પણ કેટલીય જગ્યાએ વિરોધ પ્રદર્શન થયુ.
પેગમ્બર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઇને દિલ્હીની જામા મસ્જિદની બહાર અને કેટલાય રાજ્યોમાં શુક્રવારે પ્રદર્શન થયુ. ઝારખંડમાં તો કેટલાક પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. તો જમ્મુમાં કેટલાય વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. યુપીના લખનઉમાં પણ જોરદાર પ્રદર્શન થયુ. ઉલ્લેખનીય છે કે, ભાજપ પેગમ્બર મોહમ્મદ વિશે વિવાદિત ટિપ્પણી કરનારા નેતાઓને સસ્પેન્ડ કરી ચૂકી છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં કેટલાક રસ્તાઓ પર હનુમાન મંદિરની નજીક પ્રદર્શન કરવામાં આવ્યુ.લોકોની મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઇ હતી. અથડામણ થતાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા. ભીડના કાબુ કરવા માટે પોસીસે હવામા ફાયરિંગ પણ કર્યુ હતુ , અને શુક્રવારે નમાજ બાદ આ હંગામો થયો હતો. વળી, જમ્મુ-કાશ્મીરમાં ભદ્રવાહ અને કિશ્તવાડના કેટલાક વિસ્તારોમાં તનાણ પેદા થયો હતો, અહીં અધિકારીઓ કર્ફ્યૂ લગાવી દીધુ હતુ. કાશ્મીના શ્રીનગર શહેરમાં પણ ઇન્ટરનેટ સેવાઓ રોકી દેવામાં આવી હતી. વળી કેટલાક લોકો રસ્તાં પર હંગામો કરતા દેખાયા હતા.
પશ્ચિમ બંગાળના હાવડા અને કોલકત્તાના સર્કસ પાર્કમાં પણ લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. બિહારમાં પણ કેટલાક વિસ્તારોમાં પ્રદર્શન થયુ. આ ઉપરાંત ઝારખંડ અને કાશ્મીરમાં પણ વિરોધની તસવીરો સામે આવી હતી. ઉત્તરપ્રદેશમાં પણ કેટલાય સ્થાન પર પ્રદર્શન થયુ, રાજ્યના સહારનપુર, મુરાદાબાદ, રામપુર અને લખનઉમાં જોરદાર નારેબાજી થઇ. પ્રયાગરાજ ઉપરાંત અતાલા વિસ્તારમાં શુક્રવારે મનાજ બાદ પથ્થરમારો પણ થયો હતો.