ગુજકેટનું પરિણામ જાહેરઃ A ગ્રુપમાં 474 વિદ્યાર્થીઓને 99 ઉપર પર્સન્ટાઇલ
ગુજકેટનું પરિણામ જાહેરઃ A ગ્રુપમાં 474 વિદ્યાર્થીઓને 99 ઉપર પર્સન્ટાઇલ આવ્યા છે.
અમદાવાદઃ ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. A ગ્રુપમાં 474 વિદ્યાર્થીઓને 99 ઉપર પર્સન્ટાઇલ આવ્યા છે. બી ગ્રૂપમાં 678 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. એ ગ્રુપમાં 940 વિદ્યાર્થીઓએ 98 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. બી ગ્રૂપમાં 1347 વિદ્યાર્થીઓએ 98 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. એ ગ્રુપમાં 1853 વિદ્યાર્થીઓએ 96 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.
ધો. 12 સાયન્સના ઉમેદવારોને મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી ‘GUJCET’ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં 12 સાયન્સના 112816 ઉમેદવારો બેઠા હતા. ગુજકોટની પરીક્ષાને લઈ સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં આજથી જ પરીક્ષાના કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ૮૩૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે.
આજે ગુજકેટનું 10 વાગ્યે પરિણામ જાહેર થયું હતું. Result.gseb.org વેબસાઈટ પર પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી સીટ નંબર નાંખી પરિણામ જોઇ શકશે. નોંધનીય છે કે, ગત 6 ઓગસ્ટના રોજ પરીક્ષા યોજાઈ હતી. 1,12,816 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જીવવિજ્ઞાનના 67249 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગણિતમાં 46216 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ફિઝિક્સ અને કેમસ્ત્રીના પેપરમાં 1- 1 પ્રશ્નના ભૂલ હોવાથી 5 તમામ વિદ્યાર્થીઓને 2 ગુણ ગ્રેસીંગ મળશે.
પરિણામ બાદના ગુણપત્રક શાળવાર મોકલવાની જાહેરાત બોર્ડ દ્વારા અલગથી કરાશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ૮૩૮૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.