શોધખોળ કરો
હાર્દિક પટેલે અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થયા બાદ શું આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
હાર્દિકે કહ્યું કે, અલ્પેશને જામીન મળ્યા તે સારી વાત છે. હવે અલ્પેશ અને અમે સાથે મળીને લોકો માટે કામ કરીશું.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાના આજે ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા. 6 મહિના સુધી સુરતમાં નહીં પ્રવેશવાની શરતે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા. સુરત પોલીસે રાજદ્રોહના કેસમાં આરોપી અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી.
અલ્પેશને જામીન મળવા પર તેના સાથી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ખુશી વ્યક્ત કરી હતી. હાર્દિકે કહ્યું કે, અલ્પેશને જામીન મળ્યા તે સારી વાત છે. હવે અલ્પેશ અને અમે સાથે મળીને લોકો માટે કામ કરીશું.
દિનેશ બાંભણિયાએ કહ્યું કે, સત્યનો વિજય થયો છે. અનામતની માંગણી સરકારે સ્વીકારી છે, અલ્પેશની મુક્તિ એ ન્યાય તંત્ર પરનો વિશ્વાસ બતાવે છે. અલ્પેશ કથીરિયા જ પાસ નો એક માત્ર ચેહરો રહેશે. આગામી સમયમાં અલ્પેશની હાજરીમાં જ મીટિંગ કરવામાં આવશે.
અલ્પેશને જામીન મળતાં પાટીદારોમાં ખુશીનો માહોલ હતો. સુરતમાં અલ્પેશના ઘરે સગા સ્નેહી અને મિત્રો, પાસના કાર્યકરોને મેળાવડો જામ્યો હતો. પરંતુ પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયાના નિધનને લઈ ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્પેશ વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા જશે અને માતાજીના દર્શને પણ જશે.
અલ્પેશના જામીન મંજૂર થયા તો પણ પાટીદારોને કેમ ન કરી ઉજવણી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement