(Source: ECI/ABP News/ABP Majha)
પેપરકાંડઃ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડનાર કિશોરના પરિવારે શું કર્યો મોટો ધડાકો? જાણો
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડનાર કિશોર આચાર્યના પરિવારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મોટો ધડાકો કર્યો છે. પત્ની અને પુત્રએ કિશોર આચાર્ય નિર્દોષ હોવાનો દાવો કર્યો છે.
અમદાવાદઃ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડનાર કિશોર આચાર્યના પરિવારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મોટો ધડાકો કર્યો છે. પત્ની અને પુત્રએ કિશોર આચાર્ય નિર્દોષ હોવાનો દાવો કર્યો છે. કિશોર આચાર્યએ બીજાનો આરોપ પોતાના પર લીધો હોવાનો પરિવારનો દાવો છે. રૂપિયા 9 લાખ ઘરમાં ન આવ્યા હોવાનો પત્ની ગીતા આચાર્યનો દાવો છે.
પિતાને ફસાવવામાં આવ્યા હોવાનો પુત્ર પ્રશાંત આચાર્યનો દાવો છે. મંગેશ સિરકે દૂરનો સબંધી હોવાનું કિશોર આચાર્યના પરિવારે જણાવ્યું. શનિવારે રાત્રે 11.30 કલાકે પોલીસ ઘરેથી કિશોર આચાર્યને લઈ ગઈ. 32 વર્ષથી કિશોર આચાર્ય સૂર્યા ઑફસેટમાં કામ કરે છે.
સમગ્ર ગુજરાતમાં ખળભળાટચ મચાવનારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ એક મોટો ધડાકો થયો છે. હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું. હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ ફૂટ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટયું તે સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસનો માલિક અગાઉ પેપર ફૂટવાના કેસમાં જેલમાં જઈ આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના પેપર કૌભાંડમાં સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેષ પુરોહિતને 1 વર્ષની જેલની સજા પણ થયેલી છે. આ પ્રકારનો કલંરકિત ભૂતકાળ ધરાવતા પ્રેસના માલિકને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર છાપવાનું કામ કેમ અપાયું એ સવાલ છે.
ગુજરાત યુનિવર્સિટીના પેપર પ્રિન્ટિંગ કૌભાંડમાં પણ સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસની સંડોવણી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે દાખલ કરેલી ચાર્જશિટમાં સૂર્યા ઓફસેટના મલિક મૂદ્રેશ પુરોહિતનું નામ હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓના પેપર રાજ્ય બહાર છપાય છે ત્યારે હેડ ક્લાર્કની પરીક્ષાનું જ પેપર સાણંદમાં કેમ છપાયું તે સૌથી મોટો પ્રશ્ન છે.
સમગ્ર ગુજરાતમાં ખળભળાટચ મચાવનારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં અમદાવાદના સિંગરવાથી વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. દીપક પાસેથી પેપર લેવાયું હોવાથી દીપક અત્યંત મહત્વનો આરોપી છે.
હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં આરોપી જયેશ પટેલે એબીપી અસ્મિતા પર જેનું નામ જાહેર કર્યું હતું તે દીપક નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. જયેશ પટેલેના કબૂલાલનામા પ્રમાણે તેણે સિંગરવા હોસ્પિલમાં કામ કરતા દીપક પાસેથી પેપર લીધું હતું. દિપકની પૂછપરછમાં વધુ નામો ખૂલી શકે છે.