શોધખોળ કરો
આજે અમદાવાદમાં ગરમીનો પારો કેટલા ડિગ્રી રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સતત ચોથા દિવસે ગુજરાતના અમદાવાદમાં ગરમી 42 ડિગ્રીને પાર થઈ હતી. શનિવારે 42.4 ડિગ્રી સાથે અમદાવાદ અને વડોદરા ગુજરાતના ‘હોટેસ્ટ સિટી’ તરીકે નોંધાયા હતા

અમદાવાદ: અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સતત ચોથા દિવસે ગુજરાતના અમદાવાદમાં ગરમી 42 ડિગ્રીને પાર થઈ હતી. શનિવારે 42.4 ડિગ્રી સાથે અમદાવાદ અને વડોદરા ગુજરાતના ‘હોટેસ્ટ સિટી’ તરીકે નોંધાયા હતા તો સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
શનિવારે અમદાવાદમાં 42.4 ડિગ્રી સાથે સરેશાસ મહત્તમ તાપમાન કરતાં 2.4 ડિગ્રી વધારે તાપમાન નોંધાયું હતું. જોક, હવામાન વિભાગની આગાહી છે કે સોમવારથી ગરમીમાં ક્રમશઃ ઘટાડો થશે અને તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે આજે ફરીથી તાપમાન 43 ડિગ્રીને પાર કરે તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલ દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યાં છે જેના પગલે આગામી સોમવારથી બુધવાર સુધી સાબરકાંઠા, વડોદરા, સુરત, પાટણ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ જિલ્લામાં માવઠું થવાની શક્યતા છે. શનિવારે રાજ્યના મુખ્ય શહેરોમાં સુરેન્દ્રનગરનું તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરનું તાપમાન 41.6, ભાવનગર 39.3, સુરત 40.9, આણંદ 41.6, ડિસા 41.2 , રાજકોટ 40.9 ભૂજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
શનિવારે અમદાવાદમાં 42.4 ડિગ્રી સાથે સરેશાસ મહત્તમ તાપમાન કરતાં 2.4 ડિગ્રી વધારે તાપમાન નોંધાયું હતું. જોક, હવામાન વિભાગની આગાહી છે કે સોમવારથી ગરમીમાં ક્રમશઃ ઘટાડો થશે અને તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે આજે ફરીથી તાપમાન 43 ડિગ્રીને પાર કરે તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલ દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યાં છે જેના પગલે આગામી સોમવારથી બુધવાર સુધી સાબરકાંઠા, વડોદરા, સુરત, પાટણ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ જિલ્લામાં માવઠું થવાની શક્યતા છે. શનિવારે રાજ્યના મુખ્ય શહેરોમાં સુરેન્દ્રનગરનું તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરનું તાપમાન 41.6, ભાવનગર 39.3, સુરત 40.9, આણંદ 41.6, ડિસા 41.2 , રાજકોટ 40.9 ભૂજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વધુ વાંચો