(Source: ECI/ABP News/ABP Majha)
Ahmadabad : ભારે વરસાદે ખોલી પ્રિમોન્સૂન પ્લાનની પોલ, આ રોડ પર પડ્યો 15 ફૂટનો ભૂવો
અમદાવાદમાં શુક્રવારે સાંજે તૂટી પડેલા ભારે વરસાદે એમએમસીના પ્રિમોસૂન પ્લાનું ધોવાણ કરી દીધું. અનેક રસ્તા જળમગ્ન થઇ જાત ટ્રાફિક જામ થઇ ગયો તો 15 ફૂટના પડેલા મસમોટા ભૂવાના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી.
Ahmadabad :અમદાવાદમાં શુક્રવારે સાંજે તૂટી પડેલા ભારે વરસાદે એમએમસીના પ્રિમોસૂન પ્લાનું ધોવાણ કરી દીધું. અનેક રસ્તા જળમગ્ન થઇ જાત ટ્રાફિક જામ થઇ ગયો તો 15 ફૂટના પડેલા મસમોટા ભૂવાના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી.
અમદાવાદમાં ભારે વરસાદના કારણે પડ્યો મોટો ખાડો
અમદાવાદના જમાલપુરની કાચની મસ્જિદ પાસે રોડ મહાકાય ભુવો પડ્યો છે જેમાં આખે આખી કાર ગરકાવ થઈ જાય. 15 ફૂટનો ભુવો પડતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ભૂવાના પગલે એક તરફના રસ્તાના વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે. ભુવા પાસે આવેલી દુકાન માલિકોની ચિંતા પણ વધી છે. કોઇ દુર્ઘટના ન થાય માટે AMC ભુવાને કોર્ડન કર્યો છે.
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક ઠેકાણે પાણી ભરાયા છે. .ચંગોદર વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે લોકોને હાલાકી પડે છે.
ભારે વરસાદથી વલસાડ આખુ પાણી-પાણી, 72 રસ્તાંઓ બંધ કરાતા અનેક ગામો થયાં સંપર્ક વિહોણા
છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત માટે વરસાદી આફત તુટી પડ્યો છે, સાંબેલાધાર વરસાદ વરસતા કેટલીય જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ ઠેર ઠેર પાણી ભરાયા છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, વરસાદથી 72 જેટલા રસ્તાંઓને બંધ કરી દેવાયા છે અને તેના બદલે લોકોને વૈકલ્પિક રસ્તાંઓ પર જવાની ફરજ પાડવામાં આવી રહી છે,
ભારે વરસાદના કારણે જિલ્લામાં મેઘ મહેર થઇ રહી છે, તમામ તાલુકાઓમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે, જિલ્લાના 72 જેટલા રસ્તાઓ કરવામાં આવ્યા હોવાથી કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે, હાલમાં લગભગ 28 જેટલા ગામોમાં અવરજવર માટે મુશ્કેલીઓ પડી રહી છે, અહીં વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. વલસાડમાં છીપવાડ, મોગરાવાડી જેવા અનેક ગરનાળામાં પાણી ભરાયા હોવાથી લોકોને 20 થી 25 કિલોમીટર ચકરાવો મારીને વૈકલ્પિક રસ્તાંઓ પરથી અવરજવર કરવી પડી રહી છે. સતત વરસી રહેલા વરસાદે જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે.