શોધખોળ કરો

Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાવ કાસ્ટ જાહેર કર્યું છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાવ કાસ્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   બનાસકાંઠા,  સાબરકાંઠા,  અરવલ્લી,  ગાંધીનગર,  મહેસાણા, અમદાવાદ અને ખેડામાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. 

અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ કલાક સુધીની છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે.  જ્યારે અનેક જગ્યાએ અતિભારે વરસાદ વરસી શકે છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ભારે વરસાદની આગાહીને પગલે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. આ સિસ્ટમને કારણે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 

રાજ્યમાં 85 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28  ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ની યાદી મુજબ, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70  ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા, 20 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ એલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Embed widget