શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના ક્યા ધારાસભ્યે આંતરજ્ઞાતિય લગ્ન કરવા માંગતા કપલ્સનાં પોતાના ખર્ચે કરાવી આપવાની કરી જાહેરાત?
વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફેસબુક પર પોસ્ટ મૂકીને આંતરજ્ઞાતીય લગ્ન કરવા માંગતા યુગલોને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંપર્ક કરવા માટે કહ્યું હતું.
અમદાવાદ: વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફેસબુક પર પોસ્ટ મૂકીને આંતરજ્ઞાતીય લગ્ન કરવા માંગતા યુગલોને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. પોસ્ટમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પ્રેમી દંપતીઓ આંતરજ્ઞાતીય લગ્ન કરવા માંગતા હોય અને કોઈ પણ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો અમે તમારી સાથે ઊભા રહીને લગ્ન કરાવીશું. વકીલનો બધો ખર્ચ પણ અમે ભોગવીશું.
જોકે આ મામલે મેવાણીએ કોઈ સ્પષ્ટતા નહોતી કરી કે, તે દલિતોને અન્ય જ્ઞાતીમાં લગ્ન કરાવવા માટે પોસ્ટ કરી છે કે સમાજના દરેક વર્ગ માટે. જો ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્ન કરવા માંગતા કપલ્સને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંપર્ક કરવો. આખા ગુજરાતમાં કોઈપણ ખૂણે અમે ઊભા રહીને લગ્ન કરાવીશું. વકીલનો તમામ ખર્ચ અમે કરીશું.
ઈન્ટર કાસ્ટ મેરેજ વગરના જાતિ નિર્મૂલન થઈ શકે છે કે જાતિ નિર્મૂલન વગર નવા ભારતનું નિર્માણ. ઈન્ટર કાસ્ટ લગ્ન કરનાર પર જેટલા હુમલા થાય એટલી જ તાકાતથી પ્યાર ઈશ્ક મહોબ્બત જિંદાબાદના નારા લગાવો. વકીલાત છોડી દીધી છે પરંતુ આ મામલે હું જાતે આવીને ઊભો રહીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion