વાયરલ વીડિયોને લઈ કાગડાપીઠ પોલીસે સ્પષ્ટતા કરી, કહ્યું, 'ત્રણ વખત પાસાનો રીઢો ગુનેગાર હતો'
આ વીડિયોને લઈ કાગડાપીઠ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. પોલીસ દ્વારા જેને માર મારવામાં આવ્યો તે કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ એક રીઢો ગુનેગાર છે.

Ahmedabad Police : અમદાવાદ શહેરમાં કાગઠાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક વ્યક્તિને પોલીસ દ્વારા માર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હવે આ વીડિયોને લઈ કાગડાપીઠ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. પોલીસ દ્વારા જેને માર મારવામાં આવ્યો તે કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ એક રીઢો ગુનેગાર છે. પોલીસ તેને પકડવા માટે પહોંચી હતી એ સમય દરમિયાન આ ગુનાહીત ઈતિહાસ ધરાવતા શખ્સે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. રીઢો ગુનેગાર કાબુમાં ન રહેતા પોલીસે જરૂરી બળ પ્રયોગ કર્યો હતો. આ સમય દરમિયાન કોઈએ વીડિયો ઉતારી પોલીસ સામાન્ય માણસને માર મારતી હોય તેમ વાયરલ કર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં દેખાયો શખ્સ એક રીઢો ગુનોગાર છે.
આ શખ્સ સામે 12 જેટલા ગુનાઓ દાખલ છે
કાગડાપીઠ પોલીસ દ્વારા આ વાયરલ વીડિયો મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. કાગઠાપીઠે પોલીસે જણાવ્યું કે, આ વાયરલ વીડીયોમાં દેખાતો શખ્સ ભાવેશ ઉર્ફે મંગો નટવરલાલ વાઢેર છે. જે કાગડાપીઠ વિસ્તારનો રીઢો ગુનેગાર છે જેના ઉપર મારામારી ,ખંડણી , પોલીસ ઉપર એસૉલટ કરવાના અને લૂંટના મળીને 12 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. આ ગુનાહીત ઈતિહાસ ધરાવનાર શખ્સ ત્રણ વખત પાસા થયેલા છે. કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા પીસીઆર 76 તેને પકડવા માટે પહોંચી હતી. પરંતુ આ વ્યક્તિ કાબુમાં ન રહેતા પોલીસે જરૂરી બળ પ્રયોગ કર્યો હતો. હાલ તો પોલીસે આ શખ્સની સામે ધોરણસરની કાર્યવાહી શરુી કરી છે.





















