શોધખોળ કરો
Advertisement
અમદાવાદ મ્યુનિસિપલની મંજૂરી પછી શહેરમાં શરૂ થયા ક્યા મોટા મોલ ? જાણો વિગત
અમદાવાદમાં ગ્રોસરી મોલ શરૂ કરવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંજૂરી આપતાં મોલ શરૂ થયા છે.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં આજથી ગ્રોસરી મોલ શરૂ કરવાની મંજૂરી આપતાં આજથી ગ્રોસરી મોલ શરૂ થયા છે. આ મોલમાં કરિયાણાની ચીજો લોકો ખરીદી શકશે પણ તેને માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.
ગુજરાત સરાકરે 18 મેથી રાજ્યમાં ચોક્કસ શરતોને આધીન વેપાર-ધંધા શરૂ કરવાની અનુમતિ આપી છે. જેના ભાગરૂપે આજથી હવે અમદાવાદમાં ગ્રોસરી મોલ શરૂ કરવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંજૂરી આપતાં મોલ શરૂ થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં 15 મે સુધી, એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાવ્યો હતો. જે પછી 16 મે થી કરીયાનુ, શાકભાજી ની દુકાન શરૂ કરવા પરવાનગી આપી હતી. આ દરમિયાન મોટા ગ્રોસરી મોલમાં ઓનલાઈન સર્વિસ ચાલુ હતી, પરંતુ હવે આ મોલમાં લોકો ખરીદી શકે તે રીતની મંજૂરી અપાઈ છે. આ ચીજોની ખરીદી માટે મોલની બહાર લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. દરેક મોલમાં ખરીદી માટે ટોકન પદ્ધતિથી લોકોને ખરીદી કરવા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion