Ahmedabad: કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં, ભાજપ પર કર્યા આકરા પ્રહારો
અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર અને સાંસદ મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદની મુલાકાતે છે. મલ્લિકાર્જુન ખડગેએ સૌ પ્રથમ સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા.
અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર અને સાંસદ મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદની મુલાકાતે છે. મલ્લિકાર્જુન ખડગેએ સૌ પ્રથમ સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના હોદ્દેદારો સાથે મલ્લિકાર્જુન ખડગેએ મુલાકાત કરી પોતાને મત આપવા વિનંતી કરી હતી. ગુજરાત કોંગ્રેસના 409 મતદારોને સંબોધતા ખડગેએ કેટલીક ખાતરી અને સલાહ પણ આપી હતી.
ઉદેપુર ચિંતન સીબીરમાં લેવાયેલ નિર્ણયોનું પાલન કરવાનું ખડગેએ આપ્યું વચન. 'હું નહીં પરંતુ આપણે' ની ભાવનાથી કામ કરવાની ખડગેએ સલાહ આપી. પત્રકાર પરિષદ સંબોધતા ખડગેએ જણાવ્યું હતું કે, અમારો ચૂંટણી પ્રચાર અમે અમદાવાદથી શરુ કર્યો છે. અમદાવાદથી પ્રચાર એટલા માટે શરૂ કર્યો કેમકે આ ગાંધી અને સરદારની કર્મભૂમિ છે. મારા રાજ્યને જોડવાનું કામ સરદાર સાહેબે કર્યું. આપને 1947માં આઝાદી મળી મને 1948માં આઝાદી મળી.
સાથે જ નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમે લોકશાહીનું માન કરીએ છીએ. પહેલા ભાજપના બે જ લોકો પાર્લામેન્ટમાં હતા. અત્યારે જિતેલા લોકો ડેમોક્રેસી છોડી એટોક્રેસી ચલાવી રહ્યા છે. પોતે ચૂંટણી લડવા ઈચ્છતા ન હતા તેવી સ્પષ્ટતા કરતાં ખડગેએ કહ્યું કે, હું મારી ઈચ્છાથી આ ચૂંટણી નથી લડતો. મને મોટા નેતાઓએ ચૂંટણી લડવા મજબૂર કર્યો. સૌ નેતા અને કાર્યકરોએ મળીને મને પોતાની લડાઈ લડવા કહ્યું. 50થી ઓછી ઉમેરવામાં લોકોને 50 ટકા સંગઠન અને શાસનમાં લાવીશ. જે રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે ત્યાં નેતાઓને સાથે રાખવાની કોશિશ કરીશ. હું અમારા પક્ષની વિચારધારાને બુલંદ કરવા માટે ચૂંટણી લડી રહ્યો છું.
વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીને ઝટકો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ પક્ષપલટાની સિઝન પણ પૂર જોશમાં ચાલી રહી છે. ભાજપે હર્ષ રિબડિયાને પોતાની પાર્ટીમાં લઈને કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. તો આજે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા વડોદરા ભાજપના આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાં જોડ્યા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.આ અવસરે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો
ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે. ખેડા જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખનું રાજીનામું પડ્યું છે. રાવજીભાઈ વધેલાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ. ચકલાસી નગર પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે રાવજીભાઈ વધેલા. રાવજીભાઈ વાઘેલા આમ આદમી પાર્ટીમા જોડાય તેવી શક્યતા છે. મિશન 2022ના ઉમેદવાર બનવા મહિલા કોંગ્રેસ મેદાને આવી છે. 61 મહિલાઓએ કોંગ્રેસ સમક્ષ દાવેદારી નોંધાવી છે. 40 મહિલાઓને ટિકિટ મળે તેવી મહિલા કોંગ્રેસના પ્રમુખની માગણી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે લાગણી વ્યક્ત કરી છે. સૌથી વધુ ઇડર બેઠક પર 5 મહિલાઓએ માંગી ટિકિટ. સુરતની કરંજ બેઠક પર 4 મહિલાઓની દાવેદારી.
સુરતની લિંબાયત બેઠક પર 3 મહિલાઓએ માંગી ટિકિટ. દહેગામ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે માંગી ટિકિટ. લીંબડી બેઠક પરથી કલ્પના મકવાણાની દાવેદારી. સુરતની મહુવા બેઠક પરથી હેમાંગીની ગરાસિયાએ માંગી ટિકિટ. કેશોદ બેઠક પરથી પ્રગતિ આહીરની દાવેદારી. અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી કમળાબેન ચાવડાએ માંગી ટિકિટ.