શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં 3 લાખના ગુટખા-પાન-મસાલા સાથે યુવક ઝડપાયો, જાણો કઈ રીતે લોકોને વેચતો હતો ?
એક યુવક પોતાની કારમાં પાન-મસાલા લઈને ફરે છે અને ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે તપાસ કરતાં ગેરકાયદે પાન-મસાલાના વેચાણનો પર્દાફાશ થયો છે.
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. જાહેરમાં થૂંકવાને કારણે કોરોનાનું સંક્રમણ થતું હોવાથી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પાન-મસાલા કે તમ્બાકુના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ હોવા છતાં લોકો અત્યારે પાન-મસાલાનું ગેરકાયદે વેચાણ કરતાં હોવાનું અને કાળાબજારી કરતા હોવાની કેટલીય ઘટનાઓ સામે આવી છે.
આવી જ એક ઘટના અમદાવાદમાં પણ સામે આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, એક યુવક પોતાની કારમાં પાન-મસાલા લઈને ફરે છે અને ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે તપાસ કરતાં ગેરકાયદે પાન-મસાલાના વેચાણનો પર્દાફાશ થયો છે. કારમાં તમાકુ-પાન-મસાલાનો ધંધો કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે.
યુવક પાસેથી આશરે 3 લાખની કિંમતનો તમાકુ-ગુટકાનો જથ્થો પકડાયો છે. રામોલના રુદ્ર કોમ્પ્લેક્સમાં રહેતા મુકેશ જૈન નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion