શોધખોળ કરો
અમદાવાદઃ જૂના વાડજમાં ભેખડ ધસી પડતાં 10 ફૂટ અંદર દટાયેલા મજૂરનું મોત
રામાપીરના ટેકરા પર નર્સિંગ સોસાટી પાસે પાઇપલાઇન નાંખવાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં મજૂર 10 ફૂટ અંદર દટાયો હતો. આ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

તસવીરઃ રામાપીરના ટેકરા પર પાઇપલાઇન નાંખવાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા મજૂરનું મોત.
અમદાવાદઃ શહેરના જુના વાડજમાં ભેખડ ધસી પડતાં એક મજૂરનું મોત થયું છે. રામાપીરના ટેકરા પર નર્સિંગ સોસાટી પાસે પાઇપલાઇન નાંખવાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં મજૂર 10 ફૂટ અંદર દટાયો હતો. આ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે ભારે મહેનત બાદ મજૂરને બહાર કાઢ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, અહીં હાજર ડોક્ટરો દ્વારા મજૂરને મૃત જાહેર કરાયો હતો. અન્ય કોઈ વ્યક્તિ અંદર છે કે નહીં એની ફાયરબ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
વધુ વાંચો





















