... તો અમદાવાદમાં ચોમાસા પહેલા 100થી વધુ રોડના કામ અટકી જશે
અમદાવાદ: રાજ્યમાં કપચી ઉત્પાદકોની હડતાલની અસર હવે અમદાવાદમાં જોવા મળી રહી છે. શહેરમાં 100થી વધુ રોડ બનાવવાની કામગીરી ખોરંભે ચડી છે. હડતાલના કારણે પ્રતિ દિવસ માત્ર 500 મેટ્રિકટર્ન જ કામ થઈ રહ્યું છે.
અમદાવાદ: રાજ્યમાં કપચી ઉત્પાદકોની હડતાલની અસર હવે અમદાવાદમાં જોવા મળી રહી છે. શહેરમાં 100થી વધુ રોડ બનાવવાની કામગીરી ખોરંભે ચડી છે. હડતાલના કારણે પ્રતિ દિવસ માત્ર 500 મેટ્રિકટર્ન જ કામ થઈ રહ્યું છે. જ્યારે હડતાલ સિવાય 4000 મેટ્રિકટર્નના રોડના કાર્ય પૂર્ણ કરવામાં આવતા હતા. આગામી સમયમાં જો આ હડતાલ પૂર્ણ ન થઈ તો વરસાદ પહેલા રોડ બનાવવામાં સમસ્યા ઉભી થઇ શકે છે. નોંધનિય છે કે કપચીના ઉત્પાદકો છેલ્લા ઘણા દિવસથી પોતાની કેટલીક માગોને કારણે હડતાલ પર છે. જેને લઈને કાચો માલ ન મળતા રોડના કામમાં મુશ્કેલીમાં આવી રહી છે.
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ
સુરત: સુરત સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના રણજી પ્લેયરની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનનો રણજી પ્લેયર સુરતની યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતો હતો. આ વ્યક્તિનું નામ આશિષ જૈન છે અને તે પૂર્વ રણજી ક્રિકેટર છે. આશિષ જૈનએ ફોટો વાયરલ કરવાનું કહી યુવતીના પતિ અને પિતા પાસેથી નાણાં પડાવ્યા હતા. યુવતીના પરિવાર પાસેથી આશિષે 96 હજાર રૂ પડાવી લીધા હોવાની વાત સામે આવી છે. ફેસબૂકના માધ્યમથી આ યુવતીના ફોટો અને વિડીયો વાયરલ કરવાની આશિષ ધમકી આપતો હતો. ત્યાર બાદ કંટાળીને યુવતીએ સુરત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમે પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરી હતી. વર્ષ 2013-14 માં આશીષ જૈન રાજસ્થાન વતી જુનિયર રણજી તરીકે રમ્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતાઓને સીએમ ભુપેન્દ્ર પટેલે બતાવ્યો ઠેંગો
CM Bhupendra Patel Rajkot Visit: સીએમ ભુપેદ્ર પટેલે આજે રાજકોટમાં મનપામાં બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના નેતા સાથે પણ બેઠક યોજી હતી. જો કે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, સીએમ ભુપેદ્ર પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ બેઠક કરી છે. પરંતુ બાદમાં સામે આવ્યું છે સીએમ ભુપેન્દ્ર પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી નથી. આમ આદમી પાર્ટીના નેતાઓને મુખ્યમંત્રી નથી મળ્યા. જો કે, આમ આદમી પાર્ટીના નેતાઓને પહેલા સમય આપવામાં આવ્યો હતો તેથી તેઓ રાહ જોઈ રહ્યા હતા. કલેકટર કચેરી સુધી પણ આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા પરંતુ મુખ્યમંત્રી તેમને મળ્યા ન હતા. જો કે સીએમ સીએમ પટેલે આપ નેતાઓ સાથે કેમ મુલાકાત ન કરી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે.