Ahmedabad: કાલુપુરમાં સરાજાહેર યુવકની નિર્મમ હત્યા, 4 શખ્શોએ તલવાર અને છરી વડે હુમલો કર્યો
અમદાવાદનો કાલુપુર વિસ્તાર જ્યાં સરાજાહેર એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. CCTVમાં હત્યાનો આ બનાવ કેદ થયો છે.
અમદાવાદ: અમદાવાદનો કાલુપુર વિસ્તાર જ્યાં સરાજાહેર એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. CCTVમાં હત્યાનો આ બનાવ કેદ થયો છે. મૃતક સબાન અલી રિક્ષામાં બેસી તેના 2 ભાઈઓ સાથે દવાખાને જઈ રહ્યો હતો. આ સમયે પાછળથી અન્ય રિક્ષામાં 4 શખ્શો તલવાર અને છરી સાથે આવી ચાલુ રિક્ષામાં હુમલો કર્યો હતો.
રિક્ષા ટ્રાફિકમાં અટવાઈ જતાં મૃતક અને તેના બંને ભાઈ બજારમાં ભાગ્યા હતા. આ સમયે આરોપીઓએ પીછો કરી સબાન અલીને ઘેરીને તેના પર તલવારથી હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત થયું છે. મૃતક સબાન અલી વટવાનો રહેવાસી છે. જ્યારે આરોપીઓ દાણીલીમડાના રહેવાસી છે. પ્રાથમિક માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં જમવાની બાબતમાં મનદુઃખ થતાં આરોપીઓએ હુમલો કર્યો હતો. અમદાવાદ શહેરમાં આ પ્રકારે સરાજાહેરમાં યુવકની હત્યા કરી દેવામાં આવતા સ્થળ પર અફારાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસકાફલો બનાવના સ્થળે દોડી આવ્યો હતો.
સીટીએમમાં ડબલ ડેકર બ્રિજ પરથી યુવતીએ લગાવી છલાંગ
સીટીએમ પાસેના ડબલ ડેકર ઓવરબ્રિજ ઉપરથી ગઈકાલે બપોરે અજાણી યુવતીએ છલાંગ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ કૂદકો માર્યો હતો.ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ કેસની વિગત એવી છે કે પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ તરફ જતા ઓવરબ્રિજ ઉપર ગઈકાલે બપોરે એક યુવતીએ અગમ્ય કારણોસર ડબલ ડેકર ઓવર બ્રિજ ઉપરથી કૂદકો મારતી હોવાની જાણ થતાં લોકોનું ટોળું એકઠું થયું હતું. લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ બ્રિજ ઉપરથી છલાંગ મારી હતી જેથી શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ આવી પહોચી હતી અને સ્થળ પર સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ કલેશના કારણે મહિલાના આપઘાતના બનાવો વધી રહ્યા છે.
ખેડૂતોની હાલત કફોડી બની
પાટણ જિલ્લાના ખેડૂતોએ રવી સીઝનમા મોટા ખર્ચોઓ કરી મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર તો કર્યું પણ હવે માર્કેટ યાર્ડમા રાયડાના માલનું વેચાણ કરવા ખેડૂતો આવતા ગત વર્ષ કરતા અડધા ભાવ હરાજીમાં પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બીજી તરફ સરકારે રાયડાના ટેકાના ભાવ જાહેર કર્યા પણ હાલ તો માત્ર તેનું રજીસ્ટ્રેશન કાર્યરત બન્યું છે અને એક મહિના પાછી રયાડાની ખરીદી સરકાર કરશે અને તેનો ભાવ રૂપિયા 1090 નો જાહેર કર્યો છે. પરંતુ હાલ ખેડૂતો મજબૂરીમા રયાડાના માલનું વેચાણ કરી રહ્યા છે. જેમાં સામે પાક વાવેતર, ખેડૂતોએ લીધેલ ધીરાણ, સામાજિક પ્રસગોને લઇ નીચા ભાવે ખેડૂતો રાયડાના માલનું વેચાણ કરી રહ્યા છે.