શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Namaste Trump : ભારત-અમેરિકાના સંબંધોમાં નવો અધ્યાય શરૂ : મોદી
LIVE
Background
અમદાવાદઃ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી બે દિવસ સુધી ભારતના પ્રવાસે છે, અહીં પીએમ મોદી સાથે મુલાકાત, રૉડ શૉ, મોટેરા સ્ટેડિયમનુ ઉદઘાટન અને તાજમહેલનો દીદાર સહિતના કાર્યક્રમમાં હાજરી આપશે
14:39 PM (IST) • 24 Feb 2020
મોદીએ તેમના પ્રવચનમાં કહ્યું હતું કે, આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે અને વાસ્તવમાં આજે આપણે ઇતિહાસનું પુનરાવર્તન જોઈ રહ્યા છીએ. પાંચ મહિના પહેલાં મેં અમેરિકા યાત્રાની શરૂઆત હ્યુસ્ટનના હાઉડી મોદી કાર્યક્રમથી કરી હતી. આજે મારા મિત્ર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રાની શરૂઆત 'નમસ્તે ટ્રમ્પ'થી કરી રહ્યા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમનો પરિવાર આટલી લાંબી મુસાફરી પછી પણ સીધો સાબરમતી આશ્રમ આવ્યો એ માટે હું તેમનો આભારી છું.
14:34 PM (IST) • 24 Feb 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, ટ્રમ્પની મુલાકાતથી ભારત અમેરિકાનાં સંબંધોનો નવો અધ્યાય લખાશે. પ્રથમ લેડી મેલેનિયા તમે બાળકોના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છો તેનાથી સમાજમાં ઘણું પરિવર્તન કરી રહ્યા છે. ઇવાન્કા તમે ભારત આવ્યા ત્યારે કહ્યું હતું કે 'હું ફરીથી ભારત આવવા માંગું છું. પરંતુ આજે તમે ફરીથી પરત આવ્યા છો ત્યારે તમારૂં સ્વાગત છું.'
14:27 PM (IST) • 24 Feb 2020
ડોનાલ્ડ ટ્રંપે મોટેરા સ્ટેડિયમ ખાતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રક્ષા સોદાને મજબૂત કરીશું, બંને દેશોની સેના સંયુક્ત અભ્યાસ કરશે. દેશ સામે જે પણ જોખમ હશે તેને દરેક સંજોગોમાં રોકાશે. બંને દેશો આતંકવાદ સામે મળીને કામ કરશે. અમે અલબગદાદીનો ખાતમો કર્યો છે. આવતી કાલે દિલ્લીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીશું. એટલું જ નહીં, 3 બિલિયન ડોલરના શસ્ત્ર સાધનોના એમઓયુ કરાશે. અમે તાજમહેલ જોવા પણ જવાના છીએ. ટ્રંપે પોતાની સ્પીચમાં ગાંધી આશ્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ બોલીવૂડ અને ક્રિકેટરોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
14:31 PM (IST) • 24 Feb 2020
મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો સંબંધિત કરતા બે મોટી લોકશાહીના વખાણ કર્યા હતા.
પીએમ મોદીએ મોટેરા સ્ટેડિયમમાં કહ્યું કે, ટ્રમ્પે અહીં આવીને ભારતનુ ગૌરવ વધાર્યુ છે. આજે ટ્રમ્પે ભારતના લોકોને સંબોધિત કર્યુ છે. તે દુનિયાનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે.
13:48 PM (IST) • 24 Feb 2020
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion