New Year 2023: ડીજેના તાલે ઝુમ્યા યુવાનો, સમગ્ર ગુજરાતમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી
New Year 2023: હાલમાં સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જો ઉજવણીની વાત કરીએ તો તેમા ગુજરાતીઓ પણ પાછળ નથી. ગુજરાતના તમામ મહાનગરોમાં યુવાનો ઉત્સાહ સાથે નવા વર્ષને વધાવી રહ્યા છે.
New Year 2023: હાલમાં સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જો ઉજવણીની વાત કરીએ તો તેમા ગુજરાતીઓ પણ પાછળ નથી. ગુજરાતના તમામ મહાનગરોમાં યુવાનો ઉત્સાહ સાથે નવા વર્ષને વધાવી રહ્યા છે. લોકો દ્વારા નવા વર્ષનું જાજનમાન સ્વાગત કરવામાં આવ્યું છે.
નવા વર્ષના આગમનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. નવી આશાઓ અને નવા સપનાનું સ્વાગત કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. તો સુરતમાં 2023ને આવકારવા યુવાધન હિલોળે ચડ્યું છે.
રાજકોટમાં ડીજેના તાલે લોકો ગરબે ઘુમી રહ્યા છે. વડોદરામાં પણ ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નાચેંગે સારી રાત, બાયબાય 2022, વેલકમ 2023, નવા વર્ષ માટે પાર્ટી તો બને છે ના નારા સાથે યુવાનો ઉજવણી કરી રહ્યા છે.
મહેસાણામાં ફાર્મ હાઉસમાં લોકો ડીજેના તાલે પાર્ટી માણી હતી. સાણંદમાં પણ લોકો ડીજેના તાલે ઝુમ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, દમણ, રાજકોટમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષની ઉજવણી
વિશ્વમાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષની ઉજવણીની શરૂઆત થઈ છે. લોકો રસ્તા પર ઉતરીને ઉજવણી કરી રહ્યા છે. આતશબાજી પણ કરવામાં આવી હતી
ન્યૂઝીલેન્ડમાં ધમાકેદાર અંદાજમાં નવા વર્ષનું સ્વાગત
ન્યૂઝીલેન્ડમાં ધમાકેદાર અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડમાં ભવ્ય આતશબાજી સાથે વર્ષ 2023નો પ્રારંભ થયો હતો.
શનિવારે વર્ષ 2022નો અંતિમ દિવસ અને આવતીકાલે રવિવાર હોવાથી મહાકાળના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. જેના કારણે તમામ જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
સુરતમાં નવા વર્ષને આવકારવા ડુમસ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. સુરતીઓ આજે DJ તાલે ઝૂમી ઉઠશે. લાઈટ સાઉન્ડ,ઓરકેસ્ટ્રા સાથે સુરતીઓ નવા વર્ષને આવકારશે 31 ડિસેમ્બરને લઈને સુરત પોલીસ પણ એલર્ટ છે. જાહેર રસ્તા-રોડ ફૂટપાથ ઉપર દારૂખાનું, ફટાકડા ફોડવા, સળગાવવા આતશબાજી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત બેફામ બાઈક ચલાવવા, ફોર વ્હીલરના બોનેટ ઉપર કે ડિકી ખોલીને બેસવા પર પ્રતિબંધ છે. રસ્તાઓ પર પાણીની બોટલ ફેકવા, તલવાર કે મોટા ચાકુથી કેક કાપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે