શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આ 8 જિલ્લા ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત, જાણો વિગત
ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લો કોરોનામુક્ત રહ્યો છે. ડાંગમાં અગાઉ બે કેસ આવ્યા હતા. જોકે, આ બંને કેસ રિકવર થઈ ગયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, લોકો માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં આઠ જિલ્લા એવાં છે કે જ્યાં કોરોનાના એક્ટિવ કેસ 5થી વધુ નથી. ત્યારે આ જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લો કોરોનામુક્ત રહ્યો છે. ડાંગમાં અગાઉ બે કેસ આવ્યા હતા. જોકે, આ બંને કેસ રિકવર થઈ ગયા છે. તેમજ ઘણાં દિવસથી આ જિલ્લામાં એક પણ કોરોનાના કેસ નોંધાયા નથી.
ગુજરાતમાં મોરબીમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, છોટાઉદેપુરમાં 1, પોરબંદરમાં 2, નર્મદામાં 2, અમરેલીમાં 4, તાપીમાં 4 અને પંચમહાલમાં પાંચ એક્ટિવ કેસો છે. જો નવા કેસ નહીં નોંધાય, તો આ જિલ્લા કોરોનામુક્ત થઈ શકે છે. અગાઉ તાપી, નવસારી, નર્મદા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને ભરુચ જિલ્લા કોરોનામુક્ત બન્યા હતા. જોકે, આ જિલ્લામાં હાલ, કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે.
ડાંગ સિવાય બોટાદ જિલ્લો કોરોનામુક્ત થયો હોવાનું જિલ્લા પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કુલ 56 કેસ હતા જેમાં 1 દર્દી નું મોત થયેલ અને ગઈકાલ સુધીમાં તમામ 55 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જોકે, ગુજરાત સરકારની અખબારી યાદી પ્રમાણે એક એક એક્ટિવ બતાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion