શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના કયો જિલ્લો ફરીથી બન્યો કોરોનામુક્ત? જાણો વિગત
ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 4 કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓ રિકવર થઈ જતાં હાલ, ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ એક્ટિવ રહ્યો નથી.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ થઈને ઘરે પણ જઈ રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લો ફરી એકવાર કોરોનામુક્ત બન્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 4 કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓ રિકવર થઈ જતાં હાલ, ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ એક્ટિવ રહ્યો નથી. નોંધનીય છે કે, ડાંગમાં છેલ્લા ઘણા સમયથી નવો એક પણ કેસ નોંધાયો નથી.
આવી જ રીતે https://gujcovid19.gujarat.gov.in/ કોવિડ-19ની ગુજરાત સરકારની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે હજુ 8 જિલ્લા એવાં છે, જ્યાં કોરોનાના 10થી ઓછા એક્ટિવ કેસો છે. અહીં પણ જો નવા કેસ નહીં આવે તો ટૂંક સમયમાં આ જિલ્લા પણ ફરીથી કોરોનામુક્ત બની શકે છે.
આ જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 6, દાહોદમાં 8, દેવભૂમિ દ્વારકામાં 2, ગીર સોમનાથમાં 5, મોરબીમાં 2, નર્મદામાં 9, પોરબંદરમાં 3 અને તાપીમાં 5 પોઝિટિવ કેસ છે. આમાંથી કેટલાક જિલ્લા એવાં છે, જેમાં કેટલાય દિવસથી નવા કેસ નોંધાયા નથી. ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement