અમદાવાદમાં આ બે દિવસ માટે ઓરેંજ એલર્ટ જાહેર,સાયકલોનની અસર ગુજરાતમાં નહીં જોવા મળે
દક્ષિણ આદામાનમાં ઉદભવેલું સાયકલોન ગુજરાત આવશે નહીં તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેનાથી લોકોને રાહત મળે તેવા એંધાણ નથી. પાંચ દિવસ સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહશે.
![અમદાવાદમાં આ બે દિવસ માટે ઓરેંજ એલર્ટ જાહેર,સાયકલોનની અસર ગુજરાતમાં નહીં જોવા મળે Orange alert was issued on 9th MAY in Ahmedabad અમદાવાદમાં આ બે દિવસ માટે ઓરેંજ એલર્ટ જાહેર,સાયકલોનની અસર ગુજરાતમાં નહીં જોવા મળે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/07/b6e0fbbf4b1ba33405f4a1359cbbdba3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Forecast: દક્ષિણ આદામાનમાં ઉદભવેલું સાયકલોન ગુજરાત આવશે નહીં તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેનાથી લોકોને રાહત મળે તેવા એંધાણ નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહશે. બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં 9 તારીખે ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે હીટ વેવની આગાહી કરવામાં આવી નથી.
વાલીઓને લાગશે વધુ એક ઝટકો, સૌરાષ્ટ્રની ખાનગી સ્કૂલોએ ફી વધારવા FRC સમક્ષ કરી માગ
રાજકોટ: સૌરાષ્ટ્રની ખાનગી સ્કૂલોએ ફી વધારવા FRC સમક્ષ માગ કરી છે. 10 જિલ્લાની અંદાજીત 4500 સ્કૂલોએ ફી વધારવા એફિડેવિટ કરી. FRC કમિટીના સભ્ય અજય પટેલે આ અંગે નિવેદન આપ્યું છે. વર્ષ 2022-23માં 5 ટકાથી 15 ટકા સુધી ફી વધારવા માગ કરી છે. રાજકોટ જિલ્લાની 33 ટકા સ્કૂલોએ ફી વધારો માગ્યો છે. નવા શૈક્ષણિક વર્ષથી અંદાજીત 2000 સ્કૂલોની ફી વધે તેવી શકયતા. તો બીજી તરફ ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ફી વધારવાના કારણો પણ રજૂ કર્યા છે.
ફી વધારવાના કારણો
- કોરોનામાં બે વર્ષ થી ફી નથી વધારી.
- શિક્ષકોના પગાર વધારવાના છે
- મહામારીમાં અનેક વાલીઓએ ફી નથી ભરી
- મોંઘવારીને લક્ષમાં લઈને અન્ય ખર્ચાઓ વધ્યા
- કોરોનામાં ફીમાં 25 ટકા રાહત આપી
અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, લોકોને ટ્રાફિક સિગ્નલમાંથી મળશે મુક્તિ
Ahmedabad Traffic Police: હાલમાં સમગ્ર રાજ્યનાં કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં જો કોઈ કામસર આપણે શહેરમાં બાઈક કે કારમાં નિકળીને ત્યારે જો સિગ્નલ બંધ હોય તો આગ ઓકતા તડકામાં ઉભા રહેવું પડે છે. આ દરમિયાન જો બાઈક પર નાનું બાળક કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેમને આ આકરા તાપમાં ઉભા રહેવામાં ઘણી મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં અમદાવાદ પોલીસ દ્વારા આપ સૌને કાળઝાળ ગરમીથી બચાવવાની પહેલ કરી છે. અમદાવાદમાં 2 દિવસની ટ્રાયલ માટે બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 60 સિગ્નલ બંધ રાખવામો અમદાવાદ પોલીસે નિર્ણય લીધો છે. પોલીસે કહ્યું કે, જો અમને આ ટ્રાયલમાં સફળતા મળશે, તો ઉનાળાના અંત સુધી આખા રાજ્યમાં સમાન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે.
પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, LPG સિલિન્ડરની કિંમતમાં આટલો કરાયો વધારો
LPG Cylinder Price Hike: દેશમાં પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને વધુ એક ઝટકો આપ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજથી 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી જ આખા દેશમાં લાગુ થઈ ગઈ છે. એલપીજી સિલિન્ડરની કિંમત એવા સમયે વધી છે જ્યારે સામાન્ય માણસ પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો સામનો કરી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)