શોધખોળ કરો

અમેરિકન અને ભારતીય ફિલ્મઉદ્યોગ અને સાહિત્યના ક્ષેત્રના પ્રસિદ્ધ દિગ્ગજોએ કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ 2023નું ઉદ્ઘાટન કર્યું

10થી 12 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસો દરમિયાન દર્શકો કેએલએફએફ 2023માં વિવિધ વક્તાઓના સેશનો તથા ફિલ્મો અને સાહિત્યના વિશ્વ સાથે સંકળાયેલી જકડી રાખનારી ચર્ચાઓને માણી શકશે.

અમદાવાદ, 09 ફેબ્રુઆરી, 2023: અમેરિકન અને ભારતીય ફિલ્મઉદ્યોગ અને સાહિત્યના ક્ષેત્રના પ્રસિદ્ધ દિગ્ગજોએ ગુરુવારે સાંજે કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા તેના વિશાળ પરિસરમાં આયોજિત કર્ણાવતી ફિલ્મ એન્ડ લિટ્રેચર ફેસ્ટિવલ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. શિક્ષણમાં ઉત્કૃષ્ટતા પ્રત્યે સમર્પિત અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત રાજ્યની ખાનગી યુનિવર્સિટી, કર્ણાવતી યુનિવર્સિટીએ જકડી રાખનારા અને માર્મિક સંવાદ માટે તથા સમાજ અને દેશને લગતા વિવિધ વિષયો પર વાર્તાલાપો માટે એક મંચ રચવાના નિરંતર પ્રયાસોની દિશામાં વધુ એક હરણફાળ ભરી છે. ફિલ્મો અને સાહિત્યના અદભૂત વિશ્વમાં ડુબકી લગાવવા માટે કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ 2023 (કેએલએફએફ)નું ઉદ્ઘાટન ગુરુવારના રોજ યુનિવર્સિટીના વિશાળ પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું.

અવતારઃ વે ઑફ વૉટરના એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર શ્રી ડેવિડ વાલ્ડેસની સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા શ્રી રજિત કપૂર; અભિનેત્રી સુશ્રી સ્વસ્તિકા મુખરજી; પ્રોડ્યૂસર અને ઉદ્યોગસાહસિક શ્રી અભિષેક અગ્રવાલ અને ભારતમાં આવેલી ગ્રીસની એમ્બસીના કાઉન્સ્યુલર અને વિઝા ઑફિસના હેડ શ્રી એન્ડ્રીયાસ સ્પાયરોપોલોસ કેમ્પસમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉદ્ઘાટન સમારંભ બાદ શાસ્ત્રીય સંગીત અને નવા યુગના સંગીતની વિવિધ શૈલીઓની સાથે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના તત્ત્વોનું સંયોજન કરીને વર્લ્ડ મ્યુઝિક બેન્ડ માટી બાની દ્વારા એક ફ્યુઝન કૉન્સર્ટમાં શાનદાર પર્ફોમન્સ આપવામાં આવ્યું હતું. 10થી 12 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસો દરમિયાન દર્શકો કેએલએફએફ 2023માં વિવિધ વક્તાઓના સેશનો તથા ફિલ્મો અને સાહિત્યના વિશ્વ સાથે સંકળાયેલી જકડી રાખનારી ચર્ચાઓને માણી શકશે.

કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ એ એક ઉત્સવી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય આશ્ચર્યજનક સર્જનાત્મક મુલાકાતો દ્વારા સાહિત્ય, ફિલ્મ, રંગભૂમિ, લોકકલા અને સંસ્કૃતિના તણખાને આતશબાજીની ભવ્યતામાં ફેરવવાનો છે. આ ફેસ્ટિવલમાં વક્તાઓના જકડી રાખનારા સત્રો, સંવાદાત્મક પેનલ ચર્ચાઓ, કાર્યશાળાઓ અને અનેકવિધ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવશે.

કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી યુનિવર્સિટીમાં અમારો એવો નિરંતર પ્રયત્ન રહ્યો છે કે, વિવિધ વિષયો પર અર્થપૂર્ણ વાર્તાલાપો અને સંવાદો માટે વિવિધ પ્રકારના પ્લેટફૉર્મની રચના કરવામાં આવે. આપણે જેમ-જેમ સોશિયલ મીડિયા અને ભારોભાર માહિતીના યુગમાં સતત પરિવર્તનશીલ વિશ્વને અપનાવી રહ્યાં છે અને તેમાં સંલગ્ન થઈ રહ્યાં છીએ, જેમાં એકાગ્રતા દિવસને દિવસે ઘટી રહી છે, ત્યારે કેએલએફએફ એ વાર્તાકારો, લેખકો અને ઓરિજિનલ કન્ટેન્ટ રચયિતાઓના દ્રષ્ટિકોણો અને વિચારોને પરત લાવવાનો એક પ્રયત્ન છે, જેઓ આપણા રોજિંદા જીવન અથવા આપણી આસપાસની દુનિયામાંથી અને એટલું જ નહીં વૈકલ્પિક વાસ્તવિકતાઓમાંથી વાર્તાઓને શોધવા અને કહેવા માટે સતત રચનાત્મક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે.’

શ્રી રિતેશ હાડાએ આગળ જણાવ્યું હતું કે, ‘કેએલએફએફ એ સંવાદની રચના કરવાનો, વિચારો, આઇડીયાને મુક્તપણે રજૂ કરવાનો અને ચર્ચાવિચારણા કરવાનો કર્ણાવતી યુનિવર્સિટીનો વધુ એક પ્રયત્ન છે, કારણ કે અમે ફિલ્મો અને સાહિત્યના વિશ્વને ખૂબ જ બિરદાવીએ છીએ, જે આજે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ, તેનો આયનો છે.’

ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવાના તેના નિરંતર પ્રયાસોમાં કર્ણાવતી યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં યૂથ પાર્લિયામેન્ટ અને અમદાવાદ ડીઝાઇન વીકની ભવ્ય સફળતાનો સ્વાદ ચાખી લીધો છે, જેનું આયોજન છેલ્લાં કેટલાક વર્ષોથી કરવામાં આવી રહ્યું છે, જેમાં ઠેર-ઠેરથી લોકોએ ભાગ લીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...
Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Embed widget