એક વિવાહ ઐસા ભી! અનાથ થયેલી દીકરીને એક નહીં 205 માતા-–પિતાએ કર્યું કન્યાદાન, કહાણી જાણી આંખમાં આવી જશે હર્ષના આંસુ
ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત વૃદ્ધાશ્રમમાં લગ્નની શરણાયો ગુંજી હશે. ઉઠી જી હા અમદાવાદના લાંભામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં આજે એક દીકરીને ધામધૂમ પૂર્વક લગ્ન કરવામાં આવ્યા.. અહીં 205 જેટલા વડીલો એ દીકરીને કરિયાવરમાં પોતાનું યોગદાન આપ્યું..
અમદાવાદ:ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત વૃદ્ધાશ્રમમાં લગ્નની શરણાયો ગુંજી હશે. ઉઠી જી હા અમદાવાદના લાંભામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં આજે એક દીકરીને ધામધૂમ પૂર્વક લગ્ન કરવામાં આવ્યા.. અહીં 205 જેટલા વડીલો એ દીકરીને કરિયાવરમાં પોતાનું યોગદાન આપ્યું..
એક વિવાહ એસા ભી...જી હાં,લાંભામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં આજે સલોની અને નિકુંજ લગ્ન યોજાયા હતા ..આ વર-વધુ એ જીવનની એક નવી શરૂઆત કરી છે. આ સલોનીના માતા-પિતા આ દુનિયામાં નથી પરંતુ આજે જ્યારે સલોનીના લગ્ન યોજાઇ રહ્યા છે ત્યારે તેને એક માતા-પિતાના આશીર્વાદ નહીં પરંતુ 205 જેટલા માતા-પિતાના આશીર્વાદ તેમના પર વરસ્યા. માતા પિતાના અવસાન થયા બાદ સલોની અનાથ આશ્રમે ગઈ અને ત્યાં તેની માનસિક હાલત એટલી ખરાબ થઈ કે ત્યારબાદ તેના કાકા જે વૃદ્ધાશ્રમમાં રહેતા હતા તેઓ સલોની ને પોતાની સાથે વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યા... સલોનીના કાકાને પણ પેરાલીસીસ હોવાના કારણે તે તેમની સેવા અહીં વૃદ્ધાશ્રમમાં જ કરતી પરંતુ દીકરી મોટી થતા વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા જ દીકરીના લગ્ન કરાવવામાં આવ્યા અને જ્યારે દીકરીને વિદાય આપવાની હોય ત્યારે દીકરીનો કરિવાર પણ ખૂબ મનમૂકીને આ 205 માતાપિતાએ કર્યો.
અહીં દીકરીને ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન ઓવન મિક્સર ગ્રાઈન્ડર વાસણ નો સેટ સોનાની બુટ્ટી સોનાની વીંટી સોનાની ચેન પંખો ડબલ બેડ ઘરમાં વપરાશમાં આવતી તમામ વસ્તુઓ આ દીકરીના કરિયાવર આપવામાં આવી છે.. અહીં તમામ વૃદ્ધોએ 11 રૂપિયાથી લઈને 1500 તેમજ 15 હજાર સુધીનો ફંડ આપ્યો હતો અને લાડકોડથી આ દીકરીને લગ્ન કરાવ્યાં.જોકે જીવનધારા વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી સંદીપ શાહની આંખો આજે અશ્રુ ભીની થઈ ગઈ કારણ કે કન્યાદાન આપવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું.. આ દીકરી આજે પોતાની જાતને એટલી નસીબદાર માની રહી છે કે ભલે ઈશ્વરે તેના માતા-પિતાને છીનવી લીધા પરંતુ આજે 205 જેટલા વડીલોમાં તેને પોતાના માતા પિતાની ઝલક દેખાઈ અને 205 માતા પિતાનો પ્રેમ મળ્યો.
Char Dham Yatra: કુદરતનો કહેર, સતત હિમવર્ષાના કારણે ઠંડી અને હાર્ટ એટેકથી 4 તીર્થયાત્રીના મોત, યાત્રા રોકાવાઇ
Char dham yatra:ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર કુદરતી કહેર જોવા મળી રહ્યો છે. અહીં બરફ વર્ષા અને વરસાદના કારણે પહાડ ધસી પડતાં યાત્રા રોકી દેવાઇ છે. તો કેદારનાથ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ઠંડી અને હાર્ટ એટેકથી 4 તીર્થયાત્રીના મોત થયા છે.
ખરાબ હવામાનને કારણે શ્રીનગર પોલીસે હાલ માટે ચાર ધામ યાત્રાને રોકી દીધી છે. ચાર ધામમાં હિમવર્ષા અને વરસાદના કારણે શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર કુદરતી કહેર જોવા મળી રહ્યો છે. અહીં બરફ વર્ષા અને વરસાદના કારણે પહાડ ધસી પડતાં યાત્રા રોકી દેવાઇ છે. તો કેદારનાથ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ઠંડી અને હાર્ટ એટેકથી 4 તીર્થયાત્રીના મોત થયા છે.
કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનને કારણે શ્રીનગર પોલીસે સાવચેતીના પગલા તરીકે ચારધામ યાત્રાને રોકી દીધી છે. શ્રીનગરના એસએચઓ રવિ સૈનીએ જણાવ્યું કે, યાત્રીઓ માટે શ્રીનગરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. જ્યારે હવામાન સાફ થાય ત્યારે મુસાફરો ફરી યાત્રા કરી શકશે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પહાડનો કાટમાળ રસ્તા પર આવી ગયો. માહિતી આપતા ચમોલી પોલીસે જણાવ્યું કે, કોતવાલી ચમોલી વિસ્તારના બાજપુરમાં પહાડી પરથી કાટમાળ આવવાને કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆર, યુપી, રાજસ્થાન સહિત દેશના અન્ય રાજ્યોમાંથી ચારધામ જતા યાત્રિકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે.