Ahmedabad: 24 વર્ષની યુવતી 17 વર્ષના છોકરા સાથે ભાગી ગઈ ને 13 દિવસ લગી માણ્યું શરીર સુખ, પોલીસે યુવતી સામે નોંધ્યો રેપનો કેસ.........
મણિનગર વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીને 17 વર્ષના છોકરા સાથે પ્રેમ થતાં યુવતી છોકરાને ભગાડી ગઈ હતી. યુવતીએ છોકરા સાથે શરીર સંબંધ બાંધીને સેક્સ માણ્યું હતું. યુવતી તથા છોકરાના પરિવારે કરેલી ફરિયાદના આધારે પોલીસે બંનેને શોધી કાઢ્યાં હતાં.
અમદાવાદઃ અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીને 17 વર્ષના છોકરા સાથે પ્રેમ થતાં યુવતી છોકરાને ભગાડી ગઈ હતી. યુવતીએ છોકરા સાથે શરીર સંબંધ બાંધીને સેક્સ માણ્યું હતું. યુવતી તથા છોકરાના પરિવારે કરેલી ફરિયાદના આધારે પોલીસે બંનેને શોધી કાઢ્યાં હતાં. બંનેએ સંતરામપુરમાં સેક્સ સંબંધ બાંધ્યો હોવાનું બહાર આવતાં યુવતી સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે શહેરના ખોખરા હાટકેશ્વર વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીનાં લગ્ન થઈ ગયાં છે અને તેને ત્રણ દિકરીઓ છે. યુવતીનો પતિ તેની પર સતત શંકા કરતો હોવાથી પરેશાન યુવતીને પાસે રહેતા 17 વર્ષના છોકરા સાથે પરિચય થયો હતો. યુવતી છોકરા પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરતી હતી. તેન કારણે બંને નજીક આવ્યાં હતાં ને બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું.
છોકરાએ પૈસાની વ્યવસથા કરતાં બંને જણા બસમાં બેસીને મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં પહોંચ્યા હતાં. સંતરામપુરમાં રોકાવા માટે પૈસા નહીં હોવાથી છોકરાએ તેનો ફોન 500 રૂપિયામાં વેચી માર્યો હતો. બંને જણા સંતરામપુરમાં રોકાયા હતાં અને શારીરિક સંબંધ બાંધીને સેક્સ માણ્યું હતું. દરમિયાનમાં બંનેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી.
મણિનગર પોલીસે તપાસ કરતાં બંને સંતરામપુરમાં હોવાની ખબર પડતાં પોલીસ તેમને લઈ આવી હતી. પોલીસે યુવતી સામે સગીરના અપહરણનો ગુનો નોંધીને યુવતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આદરી છે. છોકરો અને યુવતી 13 દિવસ સુધી સાથે રહેલા હોવાથી બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયાની તપાસ કરાઈ હતી. તપાસમાં બંને વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતાં પોલીસે યુવતીની તબીબી તપાસ હાથ ધરી છે. તબીબી પુરાવા મળી આવતાં પોલીસે યુવતી સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.
આ યુવતીના લગ્ન નાની ઉંમરે જ થઈ ગયા હતા અને તે બહુ જલદી ત્રણ બાળકોની માતા બની હતી. પતિ પણ સારી રીતે નહીં રાખતો હોવાથી યુવતીને ખોખરામાં રહેતા સગીરના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા પતિ અને ત્રણ સંતાનોને છોડી યુવતી સગીરને લઈને ભાગી ગઈ હતી.
મણીનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.બી. ગોયલે જણાવ્યું હતું કે, છોકરો સગીર હોવાથી મહિલા સામે બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો દાખલ થયો છે અને આ અંગે હાલ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યાં છે.