Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ સિક્યુરિટી અને સુરક્ષાની વ્યવસ્થા જોઈ ચોંકી જશો
પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ જ્યાં ઉજવાઈ રહ્યો છે તે પ્રમુખસ્વામી નગરની આસપાસ ટ્રાફિકનું સુચારું સંચાલન અને વાહન પાર્કિંગનું આયોજન વ્યવસ્થિત રીતે થાય તે માટે ચારથી પાંચ હજાર હરિભક્તો સેવા આપી રહ્યા છે.
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ જ્યાં ઉજવાઈ રહ્યો છે તે પ્રમુખસ્વામી નગરની આસપાસ ટ્રાફિકનું સુચારું સંચાલન અને વાહન પાર્કિંગનું આયોજન વ્યવસ્થિત રીતે થાય તે માટે ચારથી પાંચ હજાર હરિભક્તો સેવા આપી રહ્યા છે. આ સ્વયંસેવકો અમદાવાદના 132 રિંગ રોડથી શરૂ કરી અને પ્રમુખસ્વામી નગરની અંદર આવેલા વિવિધ પાર્કિંગ પ્લોટ ઉપર રાત દિવસ હાજર હોય છે. કોઈપણ રસ્તા ઉપર ટ્રાફિકજામ ન થાય આ ઉપરાંત જે વાહનો આવે છે તે વાહનો વ્યવસ્થિત પાર્ક થાય ઉપરાંત સરળતાથી નીકળી શકે તે માટેનું આયોજન કરી રહ્યા છે.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માં દરરોજના 1.5 લાખ થી પોણા બે લાખ લોકો પ્રમુખસ્વામી નગરની મુલાકાતે આવે છે ત્યારે આ તમામ લોકોની સુરક્ષા પણ એક મોટી જવાબદારી અને પડકાર છે. પોલીસ પોતાની ફરજ નિભાવી જ રહી છે પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા અસંખ્ય હરિભક્તોએ પણ તમામ મુલાકાતિઓની સુરક્ષાની જવાબદારી પોતાના સીરે ઉપાડી છે સુરક્ષાની દ્રષ્ટિએ પ્રમુખસ્વામી નગરમાં પાંચ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે જેની અંદર 3500 થી વધારે સ્વયંસેવકો રાત દિવસ સુરક્ષાની દ્રષ્ટિએ ખડે પગે રહે છે.
પાંચ સીસીટીવી કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ડ્યુટી પ્રમાણે સ્વયંસેવકો કેમેરાના માધ્યમથી સમગ્ર પ્રમુખ સ્વામી નગરની અંદર નજર રાખીને બેસા હોય છે સુરક્ષાની અંદર 135 જેટલા રીટાયર્ડ પોલીસના જવાનો આર્મીના જવાનો અને નેવીના જવાનો સેવા આપી રહ્યા છે તો 40 જેટલા પોલીસના જવાનો પોતાની નોકરીમાંથી રજા મૂકી અને અહીં સુરક્ષાની બાબતે સેવા આપવા માટે આવ્યા છે.
પંચમહાલમાં મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર્યો ઢોર માર
પંચમહાલ જિલ્લાની રેણા મોરવા ખાતે આવેલ મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને માર માર્યો હોવા અંગેનો આરોપ લુણાવાડાના મેડિકલના વિદ્યાર્થી જૈમીન ચૌહાણ એ લગાવ્યો છે વિદ્યાર્થી વાયવા દરમિયાન અન્ય વિદ્યાર્થીનું જનરલ લઈને બેસ્યો હોવાના કારણે વિદ્યાર્થીને માર માર્યો હોવાનો લગાવ્યો છે.આરોપ. જે બાદ પરિવારે વિધાર્થીને લુણાવાડાની જનલર હોસ્પિટલ ખાતે દાખલ કર્યો છે અને હાલ વિધાર્થીની સારવાર ચાલી રહી છે.
લુણાવાડા શહેરની સિવિલ હોસ્પિટલમાં BHMSના વિદ્યાર્થી જૈમીન ચૌહાણની સારવાર ચાલી રહી છે. જૈમીન ચૌહાણ અને તેમનો પરિવાર જણાવી રહ્યા છે કે જૈમીન ચૌહાણએ પંચમહાલ જિલ્લાની રેણા મોરવા ખાતે આવેલ જય જલારામ હોમીયોપેથીક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઈકાલે કોલેજમાં વાયવા હોવાના કારણે તે વિદ્યાર્થી ઉતાવળમાં જનરલ લેવાનું ભૂલી ગયો અને કોલેજ પોહચ્યો હતો. જ્યાં તેણે અન્ય વિદ્યાર્થીનું જનરલ લઈ અને વાયવામાં બેઠો આ બાબતને લઈ અને કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ ડો.વિજય પટેલએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો આરોપ જૈમીન તેમજ તેનો પરિવાર લગાવી રહ્યા છે.