શોધખોળ કરો
Advertisement
આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે? કઈ-કઈ જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતા? જાણો વિગત
ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદી ઝાપટાં, હળવો વરસાદ તો ક્યાંક બરફનાં કરા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છનાં સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં અચાનક વાતાવરણ પલટાયું છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા અને કરાં પડ્યા છે. વિજળીના કડાકા સાથે વરસાદી ઝાપટું પડતાં ગુજરાતમાં 9 લોકોનાં મોત નિપજ્યાં છે. ગુજરાતના 19 જિલ્લામાં ઝંઝાવાતી વરસાદ પડ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સર્જાયેલા અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી રાજ્યનાં વિવિધ શહેરોમાં 25થી 37 કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવનો સાથે ધૂળની ડમરી ઊડી હતી. આ ઉપરાંત ઘણાં શહેરોમાં ભારે પવનને કારણે હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતાં.
ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદી ઝાપટાં, હળવો વરસાદ તો ક્યાંક બરફનાં કરા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છનાં સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement