શોધખોળ કરો

Rakshabandhan: લ્યો હવે રક્ષાબંધનને પણ લાગ્યું મોંઘવારીનું ગ્રહણ, GSTના કારણે રાખડીના ભાવ 30 ટકા વધ્યા

Rakshabandhan: રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે. પેકીંગ ઉપર જીએસટી લાગુ કરાતા હવે પેકીંગ રાખડીના ભાવમાં વધારો થયો છે.

Rakshabandhan: રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે. પેકીંગ ઉપર જીએસટી લાગુ કરાતા હવે પેકીંગ રાખડીના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત છૂટક રાખડીના ભાવ પણ વધ્યા છે. એટલે એકંદરે રાખડીના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો થયો છે. જેના લીધે રેશમના તાંતણે ભાઈ બહેનના સંબંધને મજબૂત કરવાનું પણ હવે મોંઘુ બન્યું છે. 

બજારમાં હાલ રાખડીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રાખડીના એક વેપારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાખડીના પેકીંગ ઉપર જીએસટી લાગુ કરાતા ૩૦ ટકા સુધીનો વધારો કરાયો છે. આ વર્ષે રાખડી બજારમાં રૂદ્રાક્ષની, તિરંગા ડીઝાઈનની, બેસલેટ, કાર્ટુન સહિત લાઈટીંગવાળી રાખડીઓ સાથે જ કપલ રાખડીનો ક્રેઝ બજારોમાં જોવા મળી રહ્યો છે. તેમજ જૂની પરંપરા અનુસાર પણ બજારમાં સ્ટાઈલ વાડી રાખડી જોવા મળી રહી છે જે આજની જનરેશનમાં ફેશનની સાથે જૂની યાદો પણ તાજી કરાવશે. આ વર્ષે ભાઇ સાથે ભાભીને પણ રાખડી બાંધવા માટે કપલ રાખી બનાવવામાં આવી છે. જેને કપલ રાખડી નામ આપવામાં આવ્યુ છે. સાથે જ રાખડી માટે શણગારેલી ઠાલી પણ બજારમાં ઉપલબ્ધ છે.

અમદાવાદના ઈસનપુરમાં ગૌવંશના ટૂકડા મળતા સ્થાનિકોમાં રોષ
અમદાવાદઃ અમદાવાદના ઇસનપુરમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિર બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળી આવ્યા હતા. જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દૂભાઈ છે અને લોકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોએ 24 કલાકમાં આરોપીઓને પકડવા માંગ કરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બીજી તરફ  હિંદુ સંગઠનોએ બંધનું એલાન જાહેર કર્યું છે. જો કે, પોલીસે હિંદુ સંગઠનો સાથે મંત્રણા કરી આ પ્રકારની ઘટના ના બને તેનું ધ્યાન અને તકેદારી રખાશે તેવી ખાતરી આપી હતી. આ અંગે ACPએ નિવેદન આપતા કહ્યું કે, સમગ્ર મુદ્દે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. ગાય છે કે અન્ય પ્રાણી તેના આધારે ગુનો નોંધવામાં આવશે. સાથે અપીલ કરી છે કે, શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખે. દુકાનદારો પોતાનો વ્યવસાય ચાલુ રાખે. આ બાબતને લઈને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપી ઝડપાશે નહિ તો કાલે ઇસનપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં.આવશે. હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સી આ કેસમાં તપાસમાં લાગી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget