Ahmedabad: અમદાવાદમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર દંપત્તિની અટકાયત, બે હોસ્પિટલોમાં પાડવામાં આવી રેડ
અમદાવાદ: શહેરમાં ગર્ભ પરીક્ષણ કરતાં ડોક્ટર દંપત્તિની અટકાયત કરવામાં આવી છે. બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અને સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં રેડ કરવામાં આવી હતી.
અમદાવાદ: શહેરમાં ગર્ભ પરીક્ષણ કરતાં ડોક્ટર દંપત્તિની અટકાયત કરવામાં આવી છે. બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અને સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં રેડ કરવામાં આવી હતી. બોડકદેવ અને સોલામાં ગર્ભ પરીક્ષણ કરતા હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને અલ્ટ્રા સાઉન્ડ મશીન સીલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે 25 હજાર લઈને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. જે બાદ ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરનારાઓનો પર્દાફાશ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા આરોગ્ય તંત્રએ રેડ કરી આ સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. ડોકટર દંપત્તિની બંન્ને હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને બંન્ને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા.
ભાણવડ ખાતે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા 3ના મોત
ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલ લોકોને ખંભાળીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા ઇન્ચાર્જ એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે.
મૃતક
- ગીતાબેન ભરતભાઈ નનેરા
- હુશેનભાઈ શાહમામદભાઈ
- મુક્તાબેન ધનજી ભાઈ નનેરા
23 વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી
ડીસાના ધુળિયાકોટ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. 23 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. સાગર ઠાકોર નામના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. હાલમાં ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ સામે આવશે કે યુવકે શા માટે આત્મહત્યા કરી. યુવકના મોતના પગલે પરિવારમાં માતમ છવાયો છે.
ખેડા ખાતે કેનાલમાંથી બે અજાણ્યા બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
ખેડા: ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો દ્વારા બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગામના ખેડૂતોએ મૃતદેહો તરતા જોતાં પોલીસને જાણ કરી હતી. સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા બાળકોની ઓળખ કરી વાલી વારસોની શોધ કરવા સહિતની તપાસ હાથ ધરાઈ છે.