શોધખોળ કરો
સરખેજ લૂંટ મામલોઃ ક્રાઇમ બ્રાંચે 2 આરોપીને 4 લાખ રૂપિયા સાથે ઝડપી પાડ્યા

અમદાવાદઃ સરખેજમાં થયેલી લૂંટની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 24 કલાકની અંદર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 4 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. ગઈ કાલે સાંજે ચાર વાગ્યે લૂંટની ઘટના બની હતી. જેમાં ચાર આરોપીઓએ મળીને પાંચ લાખ રૂપિયાની લૂંટ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની ધરપકડ કર્યા પછી તેમની પૂછપરછ કરી રહી છે. બાકીના 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હાથે ચઢેલા આરોપીઓનાં નામ છે અલ્પેશ ઉર્ફે અલ્પુ ગોપાલભાઈ ઇંદ્રેકર અને બીજો પ્રહલાદ ખીમજીભાઈ બંગાળી. હજુ પણ એક આરોપી પ્રતિક પ્રવીણભાઈ અને દશરથ બાબુભાઈ ફરાર છે.
વધુ વાંચો





















