શોધખોળ કરો
અમદાવાદઃ ભાજપના મહિલા કોર્પોરેટરની સોસાયટીની મહિલાઓએ કરી ધોલાઇ, શું હતું કારણ?
કાઉન્સિલર ભાવના વાઘેલાના પતિ સોસાયટીના ચેરમેન હોવાથી સોસાયટીની મહિલાઓ ફરિયાદ અર્થે ગઈ હતી.

અમદાવાદઃ શહેરના નવા વાડજ વોર્ડના ભાજપના કાઉન્સિલર ભાવના વાઘેલા વિવાદમાં આવ્યા છે. જૈન મંદિર માટે ઘરે રજુઆત કરવા ગયેલી મહિલાઓએ કાઉન્સિલરને માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. કાઉન્સિલર ભાવના વાઘેલાના પતિ સોસાયટીના ચેરમેન હોવાથી સોસાયટીની મહિલાઓ ફરિયાદ અર્થે ગઈ હતી. કાઉન્સિલર સાથે પુત્રીને પણ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કાઉન્સિલરે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ વાંચો





















