શોધખોળ કરો

પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, સરકારી પૈસાથી થઈ રહ્યો છે ભાજપનો પ્રચાર

જગદીશ ઠાકોરે પીએમના પ્રવાસને લઈને મોટું નિવેદન આપ્યું છે. દાહોદમાં આજે 40 વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, PM આવી રહ્યા છે ત્યાં 500થી 700 વીઘા જમીનમાં તૈયારી થઈ રહી છે.

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પીએમ મોદીના પ્રવાસને લઈને મોટું નિવેદન આપ્યું છે. દાહોદમાં આજે 40 વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન આવી રહ્યા છે ત્યાં 500થી 700 વીઘા જમીનમાં તૈયારી થઈ રહી છે. વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે ત્યારે 15 દિવસથી સરકારી પ્રશાસન ઠપ્પ છે. 15 દિવસથી લોકોના પ્રશ્નોને બાજુએ મૂકી જલસામાં સરકાર વ્યસ્ત છે. દાહોદમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જૂનાગઢ, જામનગરથી લોકોને બોલાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર નહિ સરકારી અધિકારી કામે લાગ્યા છે.

આ કાર્યક્રમ પાછળ સરકાર ગુજરાતીઓના ટેક્સના 125 કરોડ રૂપિયાનો ધુમાડો કરી રહી છે. આટલા રૂપિયામાં હોસ્પિટલ, શાળા અને પાણીની સમસ્યા પાછળ ખર્ચી શક્યા હોત. તેમણે એવી પણ ટકોર કરી કે, પ્રધાનમંત્રી આપ ગુજરાત આવી છો ત્યારે 100 કિમીના વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોને નજરકેદ કેમ કરો છો. પ્રજા ભાજપની સરકારથી વિમુખ થઈ છે. આદિવાસી લોકો તમારી સાથે નથી તેવા આક્ષેપો પણ જગદીશ ઠાકોરે કર્યા હતા.

તો બીજી તરફ  પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્માએ પણ નિવેદન આપ્યું છે. દાહોદમાં PMના કાર્યક્રમ પાછળ વધુ ખર્ચો કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પર 3 લાખ 8 હજાર કરોડનું દેવું છે. આગામી 7 વર્ષમાં 1 લાખ 87 હજાર કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે. રધુ શર્માએ સવાલ કર્યો કે, આટલો ખર્ચ કર્યા બાદ સામે ગુજરાતની પ્રજાને શું આપશો. સરકારી રૂપિયે પોતાના પક્ષનો પ્રચાર ન કરવો જોઈએ.

આવતીકાલથી વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે પીએમ મોદી સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારબાદ 6થી 7 વાગ્યાની વચ્ચે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. જે બાદ રાત્રી રોકાણ રાજ ભવનમાં કરશે. બીજા દિવસે એટલે કે 19 તારીખે ગાંધીનગર હેલિપેડથી બનાસકાંઠાની મુલાકાત લેશે. જ્યાં બનાસડેરીમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાત મૂહૂર્તે કરશે અને મહિલા પશુપાલકોના સંમેલનમાં સંબોધન કરશે. ત્યાંથી જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. એક હજાર કરોડના ખર્ચે આ સેંટરનું નિર્માણ થશે. તો 20 એપ્રિલે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના અલગ અલગ પ્રોજેક્ટના ખાતમૂહૂર્ત કરશે. બપોરે 2 વાગ્યે રાજભવનથી દાહોદ જવા રવાના થશે. દાહોદમાં 3.30થી 4.30 સુધીના કાર્યક્રમમાં હાજર રહેશે. જે બાદ દાહોદ હેલિપેડથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જામનગરની મુલાકાત લેશે. તેને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 19 એપ્રિલે પીએમ મોદી વિશ્વના પ્રથમ આયુર્વેદ રિસર્ચ સેંટરનું ભૂમિપુજન કરશે અને જામનગરમાં બપોરના 1થી 5 એમ 4 કલાક રોકાણ કરશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં ભૂમિપુજન થવાનું છે ત્યાં જિલ્લા કલેક્ટર, એસપી , કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરી હતી. સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ માટે લગતી વિભાગોને સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોરેશિયસના પ્રધાનમંત્રી, વિશ્વ આરોગ્ય સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર, રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ, વિવિધ દેશના ડેલિગેટસ આવશે. વડાપ્રધાન મોદીની સુરક્ષા બંદોબસ્તમાં 7 એસપી, 22 ડીવાયએસપી, 60 પીઆઈ, 150 પીએસઆઈ, 1 હજાર જેટલા પોલીસ જવાનોનો કાફલો તૈનાત રહેશે. વડાપ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળ પર રાઉંડ ધી ક્લોક પેટ્રોલિંગ પોઈંટ પર જવાનો તૈનાત કરવામાં આવશે. પ્રધાનમંત્રીના રૂટ પર મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ સુધી બંને તરફ બેરીકેટ લગાવવામાં આવ્યા છે. જેની બંને તરફ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉભા રહી વડાપ્રધાનનું અભિવાદન કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોતJustin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
Embed widget