શોધખોળ કરો

Gandhinagar: સારા સમાચાર, આખરે TRB જવાનોને છૂટ્ટા કરવાનો નિર્ણય રાખવામાં આવ્યો મોકૂફ

ગાંધીનગર: TRB જવાન માટે  સારા સમાચાર સામે આવ્યા છે. આખરે TRB જવાનોને તબક્કાવાર છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. સરકારે TRB જવાનોને છુટ્ટા કરવાની બાબતે યૂ ટર્ન માર્યો છે.

ગાંધીનગર: TRB જવાન માટે  સારા સમાચાર સામે આવ્યા છે. આખરે TRB જવાનોને તબક્કાવાર છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. સરકારે TRB જવાનોને છુટ્ટા કરવાની બાબતે યૂ ટર્ન માર્યો છે. થોડા દિવસ પહેલા પોતે કરેલા ઓર્ડરને પોલીસવડા વિકાસ સહાયે જ રદ્દ કર્યો છે. 9000 જવાનોને તબક્કાવાર છૂટા કરવાનો ઓર્ડર મુલતવી રહેતા ટીઆરબી જવાનોમાં ખુશી વ્યાપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દરમિયાનગીરી બાદ જવાનોની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, TRB જવાનોને છૂટા કરવાના મુદ્દે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. આ દરમિયાન બેઠકમાં ટીઆરબી જવાનો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

નોંધનીય છે કે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઉપરાંત કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હજાર રહયા હતા. તો બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. જેમાં નિર્ણય મોકૂફ રાખવા અંગે નિર્ણય લેવાયો હતો. તમને જણાવી દઈએ કે, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના નિવાસસ્થાન લુણાવાડાના કડાછલ ગામે આજે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મીડિયા દ્વારા ગુજરાતના TRB જવાનોને લઈ પ્રશ્ન કરતાં તેમણે આજ સાંજ સુધી સારા સમાચાર મળશે એવું જણાવ્યું હતું.

શું છે મામલો?

રાજ્ય પોલીસ વડાએ મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના નવ હજાર TRB જવાનની નિમણુક રદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 9000 ટ્રાફિક બ્રિગેડના જવાનો પાસે કામગીરી લેવાતી હતી. રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ જિલ્લાના વડાને પત્ર લખી TRB જવાનને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી ગુજરાતના હજારો TRB જવાનની રોજગારી બંધ થઈ ગઈ છે.

Gandhinagar: સારા સમાચાર, આખરે TRB જવાનોને છૂટ્ટા કરવાનો નિર્ણય રાખવામાં આવ્યો મોકૂફ

Gandhinagar: સારા સમાચાર, આખરે TRB જવાનોને છૂટ્ટા કરવાનો નિર્ણય રાખવામાં આવ્યો મોકૂફ

રાજ્યના 9000 પૈકી 6300 TRB જવાનોને છુટ્ટા કરવા પોલીસ વડાનો આદેશ આવતા ચકચાર મચી જવા પામી છે. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવ્યો છે. રાજ્યના 9 હજાર પૈકી 6300 જેટલા TRB જવાનોને છુટ્ટા કરવાની વાતને લઈને અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાંચ વર્ષથી વધૂ સમય ફરજ બજાવનાર TRB જવાનોને 31મી ડીસેમ્બર 2023ના સુધી મુક્ત કરાશે. જ્યારે 10 વર્ષ ફરજ બજાવી હોઇ તેવા જવાનને 30મી નવેમ્બર 2023 સુધીમાં મુક્ત કરાશે. આ ઉપરાંત 3 વર્ષથી વધૂ સમય પુર્ણ થયેલ હોઇ તેવા TRB જવાનોને 31મી માર્ચ 2024 સુધીમાં છુટ્ટા કરવાનો આદેશ અપાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Embed widget