શોધખોળ કરો

Ahmedabad:....તો ગુજરાતના 1 હજાર શિક્ષકોની નોકરી ચાલી જશે

અમદાવાદ: કોરોનાને કારણે અનેક બાળકોને માતા પિતાએ સ્કૂલ છોડાવી હતી ત્યારે ધોરણ 9 થી 12ના વર્ગમાં નિશ્ચિત કરેલ સંખ્યા ના હોય તો વર્ગ બંધ કરવાની જોગવાઈ છે. પરંતુ કોરોનાને કારણે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ: કોરોનાને કારણે અનેક બાળકોને માતા પિતાએ સ્કૂલ છોડાવી હતી ત્યારે ધોરણ 9 થી 12ના વર્ગમાં નિશ્ચિત કરેલ સંખ્યા ના હોય તો વર્ગ બંધ કરવાની જોગવાઈ છે. પરંતુ કોરોનાને કારણે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે શિક્ષણ વિભાગ ફરીથી અગાઉના નિયમ મુજબ વર્ગ બંધ કરવા તૈયારી કરી રહ્યો છે ત્યારે શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને વર્ગની સંખ્યાના આધારે વર્ગ નહીં ઘટાડીને મુદત લંબાવવા માંગણી કરી છે.

શિક્ષણ વિભાગ દ્વારા હવે સ્કૂલોના વર્ગની સંખ્યા ઓછી હોય તો નિયમ મુજબ બંધ કરવા કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સ્કૂલોના વર્ગ બંધ થાય તો 1000થી વધુ શિક્ષકો નોકરી વગરના થઈ જશે. હજુ કોરોનાની અસર હજુ ચાલી રહી છે ત્યારે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા જુના નિયમ મુજબ નહિ પરંતુ કોરોનાના 2 વર્ષમાં શહેરી વિસ્તારમાં 25 અને ગ્રામ્ય વિસ્તારમાં 18 રાખવામાં આવી હતી તે જ હજુ રાખવી જોઈએ. જે વર્ગ ઘટાડવા હિયરિંગ થયા તેમાં નવો હુકમ કરીને જૂનો હુકમ સ્થગિત કરવા માંગણી કરવામાં આવી છે. આગામી 2 વર્ષ સુધી હજુ સંખ્યા નવા નિયમ મુજબ જ ગણવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

જૂની પેન્શન સ્કીમ મુદ્દે ગુજરાતમાં ઠેર ઠેર દેખાવો

ગાંધીનગરઃ ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી સાથે ગુજરાતમાં ઠેર ઠેર કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા હેઠળ દેખાવો કરવામાં આવી રહ્યા છે. સરકાર સામે જૂની પેંશન સ્કિમ સહીત ૧૫ માંગણીઓ પર દેખાવો થઈ રહ્યા છે. મૌન રેલી કરી આવેદન કલેક્ટરને આપવામાં આવી રહ્યું છે. 

બનાસકાંઠામાં જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓની રેલી નીકળી છે. 10,000થી વધુ કર્મચારીઓની પાલનપુરમાં રેલી યોજાઈ હતી. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કર્મચારીઓની માંગ. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા પાલનપુરમાં યોજાયેલી વિશાલ રેલી. કલેક્ટરને આવેદન પત્ર આપી કરશે રજૂઆત. સાબરકાંઠા જિલ્લાના વર્ગ ત્રણના કર્મચારી જૂની પેંશન સહિત પડતર માંગણીઓ માટે યોજશે રેલી. શહેરના મહાવિરનગર કેનાલ ફ્રન્ટ પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા. કેનાલ ફ્રન્ટ થી બહુમારી સુધી યોજાશે રેલી. જિલ્લાના અલગ અલગ વિભાગના 14 જેટલા મંડળ સાથે જોડાયેલ કર્મચારીઓ રેલીમાં જોડાશે. રેલી સ્વરૂપે બહુમારી ભવન પહોંચી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપશે.

મહીસાગર જિલ્લામાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સહિતની અન્ય માગને લઈને કર્મચારીઓ મેદાને. વિવિધ વિભાગના કર્મચારીઓએ એકત્રિત થઈ 52 પાટીદાર સમાજ ઘરથી રેલીયોજી મહીસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું. રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા. હાથમાં બેનર અને સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું. આજ દિવાળી કાલ દિવાળી સરકાર તારી છેલ્લી દિવાળી સહિત વિવિધ સૂત્રોચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો. સરકાર દ્વારા તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને હડતાલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી.

જૂનાગઢમાં રાષ્ટ્રીય શૈક્શિક મહાસંઘ દ્વારા રેલીનું આયોજન. જૂની પેન્શન યોજના લાગુ કરવાની કરાઈ માંગ. સરકારી કર્મચારીઓ રેલીમાં જોડાયા. મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા. કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Tata Tigor થી લઈને Maruti Dzire સુધી,આ છે ભારતની સૌથી સસ્તી સેડાન કાર, જાણો વિગતો
Tata Tigor થી લઈને Maruti Dzire સુધી,આ છે ભારતની સૌથી સસ્તી સેડાન કાર, જાણો વિગતો
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Embed widget