અમદાવાદના તળાવોને દૂષિત કરનારા એકમને ફટકારાશે દંડ, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
અમદાવાદ શહેરના તળાવોને દૂષિત કરનાર એકમોને દંડ ફટકારવામાં આવશે. આગામી 90 દિવસ સુધી તળાવમાં કરવામાં આવેલા ગેરકાયદે કનેક્શન શોધીને દૂર કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરના તળાવોને દૂષિત કરનાર એકમોને દંડ ફટકારવામાં આવશે. ગુરૂવારે મળેલી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તળાવમાં કરવામાં આ જોડાણ કરવામાં આવેલ ગેરકાયદે કનેક્શન અંગે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. તળાવમાં દૂષિત પાણી છોડનાર ઔદ્યોગિક એકમ, રહેણાંક એકમો કે કન્સ્ટ્રક્શન સાઈટનું નળ, પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાંખવાના આદેશ આપવામાં આવ્યા છે. એટલુ જ નહીં, આવા એકમોને દંડ પણ ફટકારવામાં આવશે. આગામી 90 દિવસ સુધી તળાવમાં કરવામાં આવેલા ગેરકાયદે કનેક્શન શોધીને દૂર કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
AMCએ વિવાદિત નિર્ણય લીધો હતો. સુરતની ગેરલાયક ઠરેલી એજન્સીઓને અમદાવાદમાં કોન્ટ્રાક્ટ અપાયો હતો. સિક્યોરીટી કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયાસ કરનાર ચાર એજન્સીઓને ડિસ્ક્વોલિફાઈ કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. આમ છતા આ ચાર એજન્સીઓ સહિત કુલ 15 એજન્સીઓને કોર્પોરેશનના વિવિધ વિભાગો માટે સિક્યોરીટી, ગનમેન અને બાઉન્સર મળીને કુલ 2,450 લોકોની એક વર્ષ માટે સેવા લેવા રૂપિયા 50 કરોડનો ખર્ચ કરાશે. આ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટિએ મંજૂર કરી છે. સિક્યોરીટી વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટિ મ્યુનિસિપલ કમિશ્નર જય ઉપાધ્યાયે કહ્યું કે આ મેટર સબજ્યુડીસ છે. મેટર સબજ્યુડીસ હોવા છતાં દરખાસ્ત મંજૂર કરાઈ. સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીનું કહેવું છે કે કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં અવાર નવાર વિવિધ પ્રશ્નોને લઈને દેખાવ કરવા લોકોના ટોળા આવતા હોવાથી મુખ્યદ્વાર પર બાઉન્સર મૂકવા પડે છે.
શુદ્ધિકરણના બહાને કરોડો રૂપિયા વાપરવા છતાં ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત છે. સાબરમતી નદી પ્રદૂષિત નદીઓની ટોપની શ્રેણીમાં છે. આ સિવાય અમલખાડી, ભાદર, ધાદર, ખારી, વિશ્વામિત્રી, મિંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખીખાડી, દમણગંગા અને તાપી નદીનો સમાવેશ થાય છે. નદીઓમાં વધતા પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે ટ્રીટમેન્ટ કરેલું પાણી જ નદીમાં છોડવા ગાઈડ લાઈન જાહેર કરી છે. પણ કોર્ટની ગાઈડલાઈનનો અમલ થતો નથી. કારખાના અને ફેક્ટરીના ગંદા અને કેમિકલયુક્ત પાણીએ નદીઓને તો પ્રદૂષિત કરી જ છે. પણ નદીના પટમાં ઉગતા શાકભાજી પણ જોખમી બન્યા છે.રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અમલમાં છે. ત્યારે કેન્દ્રએ સાબરમતી, તાપી અને મિંઢોળા નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે રુપિયા 1,875 કરોડ ફાળવ્યા હતા. એ પૈકી છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 559 કરોડ ચૂકવાયા હતા. શુદ્ધિકરણના નામે ગ્રાન્ટ ખર્ચવામાં આવી રહી છે. છતાં નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ માત્રને માત્ર ઉદ્યોગ, કારખાના અને ફેક્ટરી માલિકો પાસેથી હપ્તા ઉઘરાવવામાં રસ ધરાવે છે. જેથી ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી બેરોકટોર નદીઓમાં છોડાઈ રહ્યું છે અને નદીઓ પ્રદૂષિત બની રહી છે.





















