શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં ગુંડાઓ બન્યા બેફામ, ઠક્કરબાપા નગરમાં લૂંટ ચલાવી ત્રણ રાઉન્ડ ફાયરિંગ
શહેરના ઠક્કરબાપા નગરમાં બે રાઉંડ ફાયરિંગની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં શહેરમાં લૂંટ ફાયરિંગના બનાવ સામે આવ્યા છે.
અમદાવાદ: અમદાવાદમાં ગુંડારાજની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ઠક્કરબાપા નગરમાં બે રાઉંડ ફાયરિંગની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં શહેરમાં લૂંટ ફાયરિંગના બનાવ સામે આવ્યા છે.
ઠક્કરબાપા નગર બ્રિજ પાસે આવેલ પાન મસાલાના હોલસેલ વેપારી ગાયત્રી ટ્રેડર્સમાં 3:00 વાગ્યાની આસપાસ લુંટારુઓ આવ્યા હતા અને હિન્દીમાં વેપારી પાસે રૂપિયાની માંગ કરી હતી. જોકે વેપારી જ્યારે કાઉન્ટરમાંથી રૂપિયા કાઢીને ગણતરી કરી રહ્યો હતો. આ દરમિયાન લૂંટારુઓએ પૈસા ઝુંટવીને ભાગ્યા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
પોલીસનું કહેવું છે કે લૂંટારૂઓ ચહેરો ઢાંકી દીધો હતો અને હિન્દી ભાષામાં વાત કરતા હતા અને ત્રણેય લૂંટારુઓ બાઈક પર આવ્યા હતા. હાલમાં આ સમગ્ર મામલે પોલીસે ઘટનાના સીસીટીવી તેમજ લુટારુઓ જે રૂટ પર ભાગ્યા છે તે રૂટ પરના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement