શોધખોળ કરો
Advertisement
અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના નોંધાયા કેટલા કેસ ? જાણો વિગત
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. સાણંદમાં બે, દસ્ક્રોઈમાં બે અને ધંધુકામાં એક નવો પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા પાંચ કેસ આવતા ગ્રામ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 155 પર પહોંચી છે.
રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ છે. અહીં કોરોનાના કેસની સંખ્યા 9724 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 645 લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં 3658 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યાવધીને 13 હજાર 282 પર પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 803 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement