શોધખોળ કરો
મોડીરાતે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં બિલ્ડરનું મોત, કારમાંથી મળી દારૂની બોટલ

અમદાવાદ: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક બિલ્ડર અને અન્ય કાર ચાલકનું પણ મોત થયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. હાઈવે પર અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો.
ઈસ્કોન ઓવર બ્રિજ પર આ પહેલા પણ અનેક વખત અકસ્માત થઈ ચુક્યા છે. અકસ્માત બાદ કારના કચ્ચણઘાણના દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકાય છે કે, કાર કેટલી સ્પિડમાં હશે.
ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત અકસ્માતમાં સાતથી વધારે લોકો ઈજા થઈ છે. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, મૃતક વિપુલ પટેલની ગાડીમાંથી પોલીસને દારૂની ખાલી બોટલો પણ મળી છે. અકસ્માતનો ભોગ બનેલી ગાડીમાં ટાવેરા અને હ્યુન્ડાઇ વર્ના કાર સમાવેશ થાય છે.
વર્ના કાર રાજકોટ તરફથી આવી રહી હતી જે આખે આખું ડિવાઈડર તોડીને ટાવેરા કાર પર પડી હતી. વર્ના કારમાં રહેલા વિપુલ પટેલનું મોત થયું છે. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
ઈસ્કોન ઓવર બ્રિજ પર આ પહેલા પણ અનેક વખત અકસ્માત થઈ ચુક્યા છે. અકસ્માત બાદ કારના કચ્ચણઘાણના દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકાય છે કે, કાર કેટલી સ્પિડમાં હશે.
ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત અકસ્માતમાં સાતથી વધારે લોકો ઈજા થઈ છે. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, મૃતક વિપુલ પટેલની ગાડીમાંથી પોલીસને દારૂની ખાલી બોટલો પણ મળી છે. અકસ્માતનો ભોગ બનેલી ગાડીમાં ટાવેરા અને હ્યુન્ડાઇ વર્ના કાર સમાવેશ થાય છે.
વર્ના કાર રાજકોટ તરફથી આવી રહી હતી જે આખે આખું ડિવાઈડર તોડીને ટાવેરા કાર પર પડી હતી. વર્ના કારમાં રહેલા વિપુલ પટેલનું મોત થયું છે. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. વધુ વાંચો