શોધખોળ કરો

Vegetable Price : શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ફરી ભાવો પહોંચ્યા આસમાને

રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઉભા પાકને નુકસાન થવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શહેરમાં રોજ અંદાજે 20,000 ક્વિન્ટલ શાકભાજીની આવક થતી હોય છે, પણ ભારે વરસાદના કારણે આવકમાં 15 થી 20% નો ઘટાડો નોંધાયો.

અમદાવાદઃ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઉભા પાકને નુકસાન થવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શહેરમાં રોજ અંદાજે 20,000 ક્વિન્ટલ શાકભાજીની આવક થતી હોય છે, પણ ભારે વરસાદના કારણે આવકમાં 15 થી 20% નો ઘટાડો નોંધાયો છે જેના કારણે ભાવ વધી રહ્યા છે. ખેતરોમાં હજી પાણી ભરેલા હોવાથી ખેડૂતો ખેતર સુધી પહોંચી શકતા નથી અને મોટાભાગે શાકભાજીના ભાવ સો રૂપિયા પહોંચી ગયા છે. બહારગામથી આવતા લીલા શાકભાજી ખરાબ થઈ જવાના કારણે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમામ શાકભાજીના ભાવ અત્યારે માર્કેટમાં બમણા મળી રહ્યા છે.

શાકભાજી.          ભાવ
ફ્લાવર.                100રૂ
ગવાર.                   120રૂ
ચોળી.                   110 રૂ
પાપડી.                   140 રૂ
લીંબુ.                     120 રૂ
કારેલા.                    80રૂ

Gujarat Monsoon: હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપી છે. આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.

મહેસાણામાં વરસાદ

મહેસાણા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વરસાદનું આગમન થતાં ખેડૂતોની ચિંતા વધી છે

સંતરામપુરમાં પણ વરસાદ

છેલ્લા ચોવીસ કલાકમાં સંતરામપુરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.  કડાણા તાલુકામાં એક ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે, લુણાવાડામાં 17 mm, ખાનપુરમાં 15 mm, વીરપુર અને બાલાસિનોરમાં વરસાદ નોંધાયો છે. સંતરામપુર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 124.27 ટકા વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. જિલ્લામાં પાંચ દિવસ બાદ વરસાદની શરૂઆત થઈ છે. કાકરેજ,ડીસા,ધાનેરા,દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કાકરેજના શિહોરી,થરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદની થઈ શરૂઆત છે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે ઉત્તર ગુજરાતમાં અરવવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. 23 ઑગસ્ટે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ રહેશે.  સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

President Donald Trump: રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો પ્રથમ નિર્ણય, મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લગાવીAmbalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
Embed widget